• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

નલિયા બસ સ્ટેશન પાસે જર્જરિત પ્રવેશદ્વારને તોડી પાડવા માંગણી

નલિયા, તા. 10 : અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે આવેલા બસ સ્ટેશન પાસેનો પ્રવેશ દ્વાર અત્યંત જર્જરિત હાલતમાં છે પ્રવેશ દ્વારના ઉપરના ભાગેથી છતના સ્લેબના પોપડા અવારનવાર નીચે પડી રહ્યા છે, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાવવાનો ભય સેવાઇ રહ્યો છે. ગ્રામજનો દ્વારા આ જર્જરિત પ્રવેશ દ્વારને તાત્કાલિક તોડી પાડવાની માંગણી કરવામાં આવી છે. નલિયા બસ સ્ટેશન પાસે આવેલા પ્રવેશ દ્વાર નલિયાના મુખ્ય માર્ગ છે અને આખો દિવસ લોકોની અવર જવરથી પણ ધમધતો રહે છે. સોમવારે વહેલી સવારે આ પ્રવેશ દ્વારના પોપડા નીચે પડયા હતા, સદનશીબે તે સમયે કોઇ હાજર ન હોવાથી કોઇ જાનહાની થઇ ન હતી, જો કે, આ ઘટનાએ ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ પેદા કર્યો હતો. ગ્રામજનોનું કહેવું છે કે, આ પ્રવેશ દ્વારની હાલત એટલી ખરાબ છે કે કોઇપણ સમય મોટો સ્લેબ કે પોપડા નીચે પડી શકે છે અને તેના કારણે મોટી દુર્ઘટના સર્જાઇ શકે છે આ માર્ગ પર શાળાના બાળકો, સ્થાનીક રહીશો અને મુસાફરો સતત અવર જવર કરતા હોય છે. ત્યારે આ જર્જરિત માળખું તેમના જીવ માટે જોખમરૂપ બન્યું છે. મોટી દુર્ઘટના બને તે પહેલાં જ આ જર્જરિત પ્રવેશ દ્વારને તાત્કાલિક તોડી પાડવામાં આવે એવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી હતી.

Panchang

dd