• બુધવાર, 12 નવેમ્બર, 2025

અંજાર શહેર કોંગ્રેસ દ્વારા ખેડૂતોની લોન માફ કરવા માંગ

અંજાર, તા. 4 : અંજાર તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા ખેડૂતોનું લેણું માફ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોની લોન માફીની માંગ સાથે અંજાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શંભુભાઈ ડાંગર, અંજાર નગરપાલિકા વિરોધપક્ષના નેતા રાજેન્દ્રાસિંહ ટી. જાડેજા, અંજાર તાલુકા પંચાયતના વિરોધપક્ષ નેતા યુવરાજાસિંહ જાડેજા, કચ્છ જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી અરજણભાઈ ખાટરિયા, કચ્છ જિલ્લા કોંગ્રેસના પૂર્વ મંત્રી દિલીપાસિંહ ઝાલા, અંજાર તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હમીરભાઇ મયાત્રા, અંજાર તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય ભગુભાઈ આહીર, અંજાર શહેર કોંગ્રેસ મહામંત્રી જયદીપભાઈ સોની, અંજાર તાલુકા કોંગ્રેસના મહામંત્રી મહાદેવભાઈ આહીર, અંજાર શહેર કોંગ્રેસ લીગલ સેલના પ્રમુખ વિજયભાઈ ફફલ, અંજાર શહેર કોંગ્રેસ મંત્રી રોહિતભાઈ પ્રજાપતિ અને કોંગ્રેસના વિવિધ આગેવાનો તથા હોદ્દેદારો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને રજૂઆત કરી હતી. આ સંદર્ભે મામલતદાર દ્વારા યોગ્ય સ્તરે આપની રજૂઆત પહોંચાડીશ, તેવી ખાતરી આપી હતી. 

Panchang

dd