કોડાય (તા. માંડવી), તા. 4 : બિદડા ખાતે
કારતક માસમાં રામમંદિર સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત રામકથા જ્ઞાનયજ્ઞમાં અંબા પ્રાગટય, શિવવિવાહ, રામજન્મ સહિતના
વિવિધ ધાર્મિક કાર્યક્રમો ભાવભેર ઊજવાયા હતા. રામકથા એ કળિયુગના પાપોનો નાશ કરનારી
સંજીવની બુટ્ટી છે તેવો સૂર વ્યક્ત કરાયો હતો. કથાના વક્તા રામકથાકાર નિરંજનભાઇ વ્યાસે
જણાવ્યું હતું કે, રામકથાના શ્રવણમાત્રથી કળિયુગના પાપો નષ્ટ
થાય છે. રામકથા ભવરોગને મટાડનારી સંજીવની બુટ્ટી છે. રામકથા કલ્પવૃક્ષ અને કામદુર્ગા
ગાય છે જે સાધકને મનોવાંછિત ફળ પ્રદાન કરનારી છે. કથા પ્રારંભે વડેશ્વર મહાદેવ મંદિરથી
વાજતે-ગાજતે પોથીયાત્રા નીકળી હતી. કથામાં અંબા પ્રાગટય, શિવવિવાહ,
રામજન્મ, રામવિવાહ, રામ રાજ્યાભિષેક
જેવા પ્રસંગોની ભાવભેર ઉજવણી કરાઇ હતી. ટ્રસ્ટી
સુરેશભાઇ સંગારે સૌને આવકાર્યા હતા. રામકથાનું શ્રવણ કરવા દિગંબર પ્રભાતગિરિ બાપુ,
ધ્રબુડી તીર્થધામના પ્રમુખ અરવિંદભાઇ ગોર, ઇશ્વરેશ્વર
ગૌશાળાના ટ્રસ્ટી મણિલાલ અમૃતિયા, જીવરાજભાઇ ગઢવી, ડો. હિતેષભાઇ છેડા, રમેશભાઇ સેંઘાણી, ગૌરીશંકર કેશવાણી `જ્યોત', ગુંદિયાળી
ક્ષત્રિય સમાજના પ્રમુખ રણજિતસિંહ જાડેજા, કોકલિયાના પૂર્વ સરપંચ
ચંદુભા નટુભા જાડેજા, અખિલ કચ્છ બ્રહ્મસમાજના પ્રમુખ દીપેશભાઇ
જોષી, ગોરધન પટેલ `કવિભાઇ', વસંતગિરિ
ગોસ્વામી, પ્રભુલાલ શાત્રી, દિનેશભાઇ નાગુ,
ભરતભાઇ બોડા, મેહુલભાઇ પેથાણી, જયેશભાઇ મારાજ વિ. ઉપસ્થિત રહ્યા હતા. કથાના સમાપને રામમંદિર સેવા ટ્રસ્ટ,
શિવ મહિલા મંડળ, સાંયરી મહિલા મંડળે વક્તાનું સન્માન
કર્યું હતું. સંચાલન ક્ષત્રિય સમાજના પ્રમુખ રાજેન્દ્રભાઇ સંઘાર અને આભારવિધિ વિરમભાઇ
સંઘાર તથા લક્ષ્મીચંદ સંઘારે કરી હતી.