• બુધવાર, 12 નવેમ્બર, 2025

સાયબર ગુનાઓ અટકાવવા માટે લોકજાગૃતિ જરૂરી

માંડવી, તા. 4 : અહીંની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, મર્ચન્ટ એસોસીએશન અને માંડવી સર્વાંગી વિકાસ પરિષદના   સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનાર યોજાયો હતો.  વાડીલાલભાઈ દોશીએ દીપ પ્રગટાવીને સેમિનારને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે, સાયબર ફ્રોડ અટકાવવાની જવાબદારી કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકની છે. દિનેશ શાહે પ્રસંગ પરિચય આપ્યો હતો. દીપકભાઈ પંડયાએ ફ્રોડ ન બનવાના 10 પ્રકારો, ફ્રોડનો ભોગ ન બનવા માટે જાગૃતિના ઉપાયો તેમજ ફ્રોડનો ભોગ બન્યા પછી તેના ઉપાયો વિશે માર્ગદર્શન આપ્યું હતું. લીનેશ શાહે સેમિનારનો હેતુ સમજાવ્યો હતો.  રાજેશ દોશીએ આઈપીઓ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટકાર્ડનો ઉપયોગ સમજણપૂર્વક કરવા કહ્યું હતું.  નરેન્દ્રભાઈ સુરુ, ચંદ્રસેન કોટક, ભરત કપ્ટા મંચસ્થ રહ્યા હતા. સેમિનારને માંડવીના મામલતદાર શ્રી જેઠવા અને માંડવી પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી બારોટે શુભેચ્છા પાઠવી હતી. પૂર્વ નગરપતિ રસિકભાઈ દોશી, શાંતિલાલ ગણાત્રા, મહેશ શાહ, અરવિંદ શાહ, રશ્મિ દોશી, જયંતી શાહ, પરેશ સંઘવી, દિલીપ ટોપરાણી, ગૌરવ શાહ, ડાયાભાઈ ભીમાણી, મહેન્દ્ર કંદોઈ, પ્રવીણ ભાછા (મુંબઈ), ભાવેશ સોદાગર, મિતેશ ગાંધી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ધવલભાઈ મહેતા, નરેન્દ્ર ગોર અને રમણીક સલાટ સહયોગી રહ્યા હતા.  

Panchang

dd