• બુધવાર, 12 નવેમ્બર, 2025

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કાર્ગો વિસ્તારમાં સફાઈ અભિયાન

ગાંધીધામ, તા. 13 : અહીંના કાર્ગોના અલગ અલગ સાત વિસ્તારોમાં સફાઈના અભાવે વ્યાપક ગંદગી ફેલાયેલી છે  જે અંગે તાકીદે કામગીરી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે આંબેડકર નગરમાં છઠ ઘાટ થી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા એક જેસીબી અને ત્રણ ટ્રેક્ટરની મદદથી કાર્ગો વિસ્તારમાં છઠ ઘાટની સફાઈ તેમજ ગટર લાઈનની સફાઈ હાથ ધરવામાં આવી છે. અહીં નિયમિત રીતે સફાઈ ન થતી હોવાથી કચરાના ઢગ ખડકાયેલા છે. ગટરની સમસ્યા હોવાથી દૂષિત પાણી તે કચરામાં ભળે છે અને ગંદગીનું સામ્રાજ્ય સ્થાપિત થઈ ગયું હતું જેના પગલે કચ્છ જનરલ મજદૂર સંઘના મહિલા વિભાગની ટીમ દ્વારા મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાણીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી ને ત્યાર પછી કમિશનર દ્વારા આ કાગે વિસ્તારમાં સાફ સફાઈની કામગીરી કરવા માટેની સૂચના આપી હતી જેના પગલે મહાનગરપાલિકાના સફાઈ વિભાગ દ્વારા અહીં સફાઈ માટે મશીનરી લગાવવામાં આવી છે અને કામગીરી થઈ રહી છે.

Panchang

dd