કાઠડા (તા. માંડવી), તા. 13: માંડવીમાં
મુસ્લિમ તુરિયા જમાતનો વાર્ષિક ઇનામી મેળાવડો યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે
શૈક્ષણિક કાર્યક્રમ, બાળકોને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં એડવોકેટ
પરવીનબાનુ કાદિર તુરિયાને વડીલ બહેનો દ્વારા તથા તુરિયા હાજીયાણી રોશનબાનુ ખાલિકને
અલીમોહમદ અહમદ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. અખિલ કચ્છ મુસ્લિમ તુરિયા જમાત
પ્રમુખ હાજી ઇશા ઓસમાણ, દાતા હાજી અબ્દુલા મુહમ્મદ તુરિયાનાં
સન્માન સાથે શૈક્ષણિક-સામાજિક મહત્ત્વ પર ભાર મુકાયો હતો. પ્રમુખ અ. ખાલીક હાજી
અબ્દુલા, હાજી જુસબ, વસીમ કાપડી,
હસન રાજાએ કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી.