ગઢશીશા, તા. 12 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના
સતત 24 વર્ષના શાસન દરમ્યાનની વિકાસગાથાને
અનુલક્ષી વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગઢશીશા પંથકને સાડા અઢાર કરોડના વિકાસકામોની
ભેટ મળી છે. જે તળે રસ્તાકામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધ દવેના હસ્તે કરાયું
હતું. ગઢશીશા પંથકના વિરાણી નાની ગામેથી આરંભ કરાયો હતો, જેમાં ગઢશીશાને દહીંસરા સાથે જોડતા વાયા રામપર-વેકરા
મુખ્ય માર્ગ અંદાજિત 20 કિ.મી. માટે
17,44,66,000તથા નાની વિરાણીથી ફિલોણ ગામના
માર્ગ માટે સિત્તેર લાખ અને દુજાપર ગામથી મુખ્ય હાઈવેને જોડતા માર્ગ માટે રૂા. પચાસ
લાખ જેટલી માતબર રકમના ખર્ચે ખાતમુહૂર્ત કરાયાં હતાં. ધારાસભ્યના લોકોના દ્વારે-લોકસંપર્કમાં
રાજપર, વિરાણી નાની તથા અન્ય વિસ્તારમાં ખૂટતી કળી
માટે આગામી દિવસોમાં યોગ્ય કામગીરી કરવા ખાતરી આપવામાં આવી હતી. આ પ્રસંગે વિરાણી નાની
ખાતે ખાતમુહૂર્ત બાદ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દ્વારા લોકોને વિકાસકાર્યમાં સહભાગી થવા
સાથે સ્વદેશી વસ્તુ અપનાવવા શપથ લેવડાવાયા હતા તો પ્રકૃતિના જતન માટે પ્રાકૃતિક ખેતી
અને વૃક્ષારોપણ અને જળ બચાવ અભિયાનમાં જોડાવવા પણ તેમણે આહ્વાન કર્યું હતું. તાલુકા
સંગઠન પ્રમુખ સામતભાઈ ગઢવીએ પણ 15 દિવસમાં જ ગઢશીશા પંથકના વિવિધ વિકાસકાર્યો માટે કરોડો રૂપિયા
ફાળવવામાં આવ્યા હોવાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. જિ.પં. સદસ્ય કેશવજીભાઈ રોશિયાએ પણ
સરકાર દ્વારા વિવિધ વિકાસકાર્યો માટે માતબર
રકમ ફાળવતાં પંથકવાસીઓએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. વિરાણી સીટના તા.પં. સદસ્યા
ઝવેરબેન ચાવડા તથા સરપંચ લાલજીભાઈ મહેશ્વરીએ આવકાર સાથે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
વિરાણી નાની વિસ્તારમાં મંજૂર થયેલ સબ સ્ટેશન સત્વરે કાર્યરત થાય તેવી રજૂઆત થતાં ધારાસભ્ય
અનિરુદ્ધભાઈ દ્વારા સબ સ્ટેશન જાન્યુઆરીમાં પ્રારંભ થશે તેવી ખાતરી આપી હતી તેમજ ગામના
નવા પાણીના ટાંકા, પશુ માટે વંડાનું
નવીનીકરણ, નાભોઈ રોડ, રામપર આહીરવાસમાં
પતરાંના શેડની સુવિધાની ખાતરી આપી હતી. વિરાણીના જયશ્રીબેન વાસાણીએ સરકાર દ્વારા વિકલાંગ
તથા દિવ્યાંગો માટેની વિવિધ યોજના બદલ આભાર વ્યક્ત કરી નરેન્દ્રભાઈ મોદીને શુભેચ્છા
પાઠવી હતી. ધારાસભ્ય દવેએ આંગણવાડીની મુલાકાત લઈ બાળકોને પૌષ્ટિક ખોરાક આપવા સાથે ખૂટતી
સુવિધા પૂરી પાડવા સૂચન કર્યાં હતાં. કાર્યક્રમમાં તા.પં. સદસ્યો દીપક સીરોખા,
હરેશભાઈ રંગાણી, બળુભા જાડેજા, વિનોદ જબુઆણી, તાલુકા ભાજપ મંત્રી ખુશીબેન ચોથાણી,
રાજેન્દ્રગિરિ ગોસ્વામી, જગદીશ મહેશ્વરી,
દુજાપર સરપંચ જિજ્ઞાબેન મકવાણા, અમૂલભાઈ દેઢિયા,
તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્રભાઈ રામાણી, ચંદુલાલ
વાડિયા, વિરાણીના અગ્રણી પરષોત્તમભાઈ વાસાણી, બાબુભાઈ સેંઘાણી, ભીમજીભાઈ વાસાણી, વિશ્રામભાઈ પોકાર, અશોકભાઈ વાસાણી, લખમણભાઈ છભાડિયા, ભાઈલાલ છાભૈયા, હીરાભાઈ આહીર, સામતભાઈ રબારી, અમૃતભાઈ
પટેલ, જીવરાજ ભગત, રાજુભા જાડેજા,
રાજેશ ચૌહાણ, અનિલ મકવાણા, પરેશ પોકાર, રસિક સેંઘાણી, પૂર્વ
સરપંચ કાનજીભાઈ વાસાણી, શિવજીભાઈ નાકરાણી, પરસોત્તમભાઈ પટેલ, રજનીભાઈ ભગત, આર.એન્ડ બી.ના હાર્દિકસિંહ જાડેજા, નરેન્દ્ર ભદ્રા,
કાંતિભાઈ પટેલ, દિનેશભાઈ પોકાર વિગેરે ઉપસ્થિત
રહ્યા હતા. સંચાલન મહેન્દ્રભાઈ રામાણીએ કર્યું હતું.