ભુજ, તા. 10 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
દ્વારા વિકસિત ભારતનાં સ્વપ્નને સાકાર કરવાના
મૂળમાં આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાનમાં દેશની જનતાને જોડવાના પ્રયાસ હેતુ આગામી
સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન
2025ને વેગ આપવા કટિબદ્ધતા દર્શાવાઇ
હતી કચ્છ કમલમ્ જિલ્લા ભાજપ કાર્યાલય, ભુજ ખાતે યોજાયેલી પરિષદના પ્રારંભે આ અભિયાનના ઇન્ચાર્જ વિકાસ રાજગોરે ઉપસ્થિતોને આવકાર્યા હતા. પૂર્વ સાંસદ અને અભિયાનના
પ્રદેશ સહઇન્ચાર્જ જયશ્રીબેન પટેલે ભારતીય જનતા પાર્ટી દ્વારા 90 દિવસ ચાલનારા આત્મનિર્ભર ભારત
સંકલ્પ અભિયાન -2025 અંતર્ગત યોજાનારા
કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી . આઠ ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમ્યાન જિલ્લા -મહાનગર કાર્યશાળાઓ, પ્રેસ કોન્ફરન્સના આયોજન તેમજ તા. 15થી 18 ઓક્ટોબર નૂતન વર્ષ સ્નેહમિલનની મળનારી મંડલ બેઠકમાં સ્વદેશી
મેળાઓ યોજવા અંગે વધુ ચર્ચા કરાશે તેવું જણાવ્યું હતું . વિવિધ કાર્યક્રમો જેવા કે
વોલ પેઈન્ટિંગ, સ્વદેશી રીલ સ્પર્ધા,
સ્વદેશી ઓનલાઇન ક્વિઝ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા,
વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, શેરી નાટક, કાવ્ય સ્પર્ધા, રંગોળી
સ્પર્ધા, ઉત્પાદન સ્પર્ધા તેમજ તારીખ 1થી 30 નવેમ્બર દરમિયાન પ્રભાતભેરી
, પ્રદર્શન, કુટિર ઉદ્યોગ, દિવાળીમાં બેનર -હોર્ડિંગ, દુકાનદારો તેમજ લોકો પાસે
ફક્ત સ્વદેશી વસ્તુના વેચાણ અને ખરીદી માટે સંકલ્પ પત્ર- પ્રમાણપત્ર આપવા જેવી અનેક
પ્રવૃત્તિઓ કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું
હતું કે રણ પહેલાં પણ હતું, પરંતુ વડાપ્રધાન મોદીજીના વિઝન બાદ
પ્રવાસન વિકાસ સાથે કચ્છનું રણ દુનિયાનું તોરણ બન્યું છે. આ અંગે પત્રકારો દ્વારા પુછાયેલા
પ્રશ્નના પ્રત્યુત્તરમાં જયશ્રીબેને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, આ અભિયાન માત્ર અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશો માટે
અસરકર્તા બની રહેશે. વિદેશી માલની આયાતબંધી, બજારમાં ઘર કરી ગયેલા
ચાઇનીઝ માલનો વ્યાપ ઓછો કરવા તેમજ સ્થાનિક ઉત્પાદિત ચીજવસ્તુઓના વેપાર વાણિજ્યને ઉત્તેજન
સહિતની બાબતે વિચારાયેલાં આયોજન વિશે પણ માહિતી અપાઇ હતી. આ પ્રસંગે ધારાસભ્ય માલતીબેન
મહેશ્વરી અને ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ
જાડેજા, પક્ષના જિલ્લા મહામંત્રી ધવલ આચાર્ય અને દિલીપ શાહ,
વસંતભાઇ કોડરાણી, હિતેશભાઇ ખંડોલ, નરેન્દ્રભાઇ પ્રજાપતિ, સંજય મહેશ્વરી, અનવર નોડે, કેતન ગોર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આભાર-વિધિ ચેતન કતિરાએ
કરી હતી.