• બુધવાર, 12 નવેમ્બર, 2025

ગાંધીજીની કચ્છયાત્રા જીવંત બનાવતી દસ્તાવેજી ફિલ્મ બનાવાઇ

ભુજ, તા. 10 : રાષ્ટ્રપિતા ગાંધીજીએ એક સદી પૂર્વે કચ્છનો 1પ દિવસનો પ્રવાસ કરેલો તે સમયે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી વિકસી ચૂકી હતી પણ આશ્ચર્ય એ વાતનું છે કે, મહાત્માજીની કચ્છયાત્રાની એક પણ તસવીર ઉપલબ્ધ નથી.  મહાત્મા ગાંધીની કચ્છયાત્રાને 100 વર્ષ થયાં એ નિમિત્તે તેની વિવિધ સ્વરૂપે ઉજવણી થઈ રહી છે, તે અંતર્ગત તાજેતરમાં બીજી ઓક્ટોબરે ગાંધીબાપુની 16મી જન્મજયંતી પ્રસંગે ગાંધી કચ્છયાત્રા શતાબ્દી સમિતિએ દસ્તાવેજી ફિલ્મ નિર્માણ કરી છે. આ  ફિલ્મમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ  કરાયો છે. `ગાંધીજીની કચ્છયાત્રા' ટાઈટલ સાથે ગાંધી કચ્છયાત્રા શતાબ્દી સમિતિએ રજૂ કરેલી ફિલ્મ 1પ દિવસની ગાંધીયાત્રાનું તાદૃશ ચિત્રણ છે. કચ્છયાત્રાના પ્રસંગો, ઘટનાઓ અને હકીકતોની તે ઝાંખી કરાવે છે. બાપુના પ્રવાસને જીવંત કરે છે, તે સમયના વાહનો, રસ્તાઓ, પરિદૃશ્યો-પરિવેશ, સભાઓ, આગેવાનો અને લોકસમુદાયની ઉમદા પ્રતીકાત્મક પ્રસ્તુતિ છે. ગાંધી કચ્છયાત્રાને ફિલ્મ દ્વારા રજૂ કરવાનું બીડું લાવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઈન સેન્ટર (એલએલડીસી), અજરખપુરના ઈવેન્ટ એન્ડ પબ્લિક રિલેશન હેડ મહેશભાઈ ગોસ્વામીએ ઝડપ્યું છે. અનેક મહેનત અને માવજત પછી તૈયાર થયેલા ટૂંકા દસ્તાવેજી ચિત્રના કન્સેપ્ટ, ડિઝાઈનિંગ, ક્રીપ્ટિંગ, એડાટિંગ-મિક્સિંગ મહેશભાઈએ કરેલું છે. ટેકનિકલ અને મોરલ સપોર્ટ હિરેનભાઈ સોનીનો સાંપડયો છે. એઆઈ ઈમેજીસનું નિર્માણ ચિરાગ રાઠોડ, ઘટિત લહેરુ અને નિખિલ નાગડાએ કર્યું છે. રમેશભાઈ સંઘવી, દલપતભાઈ દાણીધારિયા અને સંજયભાઈ ઠાકરની પ્રેરણા અને તેમનું માર્ગદર્શન મળ્યું છે. સમગ્ર ફિલ્મ એલએલડીસીના ડિજિટલ સ્ટુડિયોમાં નિર્માણ પામી છે. યાત્રા વર્ણન માટે મહાદેવભાઈની ડાયરી અને બીજા પ્રમાણભૂત આધારોની મદદ લેવાઈ છે. https://youtu.be/HHRnkLoTIPk?si=UkvYJAjGom1VOzfG આ લીંકથી આ ફિલ્મ જોઇ શકાશે એવું શતાબ્દી સમિતિ દ્વારા જણાવાયું છે. 

Panchang

dd