ભુજ, તા. 10 : રોટરી ક્લબ ઓફ ભુજ દ્વારા યોજાયેલા
કાર્યક્રમમાં `ડાયાબિટીસ-એક મીઠું અને ભારે સત્ય' વિષય પર ડાયાબિટીસ નિષ્ણાત અને મેટાબોલિક ફિઝિશિયન
ડો. નિનાદ ગોરે વક્તવ્ય આપ્યું હતું. રોટરી હોલ-ભુજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ડો.
ગોર દ્વારા ડાયાબિટીસ અને સ્થૂળતા પર વક્તવ્ય અપાયું હતું. તેમણે જણાવ્યું હતું કે,
આ પરિસ્થિતિઓ ભલે નવી ન હોય પણ ઘણીવાર ભારતીયો માટે-ખાસ કરીને કિશોરોમાં
એક ટિકિંગ ટાઇમબોમ્બ તરીકે વર્ણવવામાં આવે છે. ભારતને વિશ્વની ડાયાબિટીસ રાજધાની તરીકે
ગણવામાં આવે છે, તે એક ચિંતાજનક બાબત છે, જ્યાં 77 મિલિયનથી
વધુ સક્રિય કેસ છે. આ પ્રસંગે ડો. ગોરે આરોગ્ય મૂલ્યાંકન પ્રદાન કરવા માટે પોર્ટેબલ
બોડી કમ્પોઝિશન એનાલાઇઝર, ઇનબોડી 270 પણ રજૂ કર્યું હતું. દરેક ઉપસ્થિતોને
પરીક્ષણ કરાવવાની તથા પરિણામોનું વિગતવાર પ્રિન્ટ મેળવવાની વ્યક્તિગત સમજ આપી હતી.
રોટરી સભ્યો ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અજયસિંહ જાડેજા, રોમીન જોશી, વિમલ
ખરેચા, આશુતોષ ગોર, પ્રફુલ ઠક્કર,
અશરફ મેમણ, અભિજિત ધોળકિયા, જય કંસારા, નરેન્દ્ર મીરાણી, એસઓએસ
ચિલ્ડ્રન્સ વિલેજ-ભુજના બાળકો તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.