`કચ્છમિત્ર' પ્રિય
વાચકો સાથેની સહયાત્રાનાં 78 વર્ષ પૂર્ણ કરીને શતાબ્દી ભણી કૂચ કરે છે તેનું ગૌરવ કચ્છ સાથે
જન્મભૂમિ ગ્રુપ-સૌરાષ્ટ્ર ટ્રસ્ટ પરિવારને સવિશેષ છે. કચ્છમિત્ર કચ્છના નવનિર્માણનું
સાક્ષી અને વિકાસયાત્રામાં સહભાગી, સહયોગી રહ્યું છે અને હંમેશાં રહેશે. કચ્છના વિકાસની સમસ્યાઓ અને સિદ્ધિઓનું
મુખપત્ર છે અને રહેશે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હાર્દિકભાઇ મામણિયા
તથા સમસ્ત ટ્રસ્ટી મંડળનાં માર્ગદર્શન હેઠળ તંત્રી દીપકભાઇ માંકડ અને મેનેજર મુકેશભાઇની
સમસ્ત ટીમને જન્મભૂમિ પરિવાર વતી અભિનંદન અને શુભેચ્છા.