• રવિવાર, 20 જુલાઈ, 2025

કચ્છમિત્રએ અખબારી ધર્મ સાથે પ્રજાલક્ષી પ્રોજેકટ હાથ ધર્યા

કચ્છમિત્ર પ્રજાની સમસ્યાઓને વાચા આપી સરકારી તંત્ર પાસે તેનો ઉકેલ કરાવવાનો અખબારી ધર્મ તો છેલ્લા આઠ દાયકાથી સુપેરે નિભાવે છે, પણ તેની સાથે પ્રજાના આરોગ્ય, શિક્ષણ, કલા-સંસ્કૃતિ, રમત-ગમત, ઔદ્યોગિક, આર્થિક વગેરે તમામ સ્તરે પરિણામલક્ષી પ્રકલ્પો હાથ ધરી નવો અનેરો અખબારી ધર્મ પણ સુપેરે બજાવે છે. સમાચારોની વિશ્વસનીયતા અકબંધ રાખવાની સાથે વિવિધ સામાજિક પ્રોજેક્ટો હાથ ધરી લોકલક્ષી કલ્યાણનો ઉત્તમ ધર્મ પણ બજાવે છે. આમ તો દાયકાઓથી અને તેમાંય હમણા છેલ્લા ચારેક વર્ષથી આ અભિયાન કચ્છના ગ્રોથ એન્જિન સમા બન્યા છે અને આ પ્રયત્નોને પરિણામે કચ્છી પ્રજાને સફળતાનાં મીઠાં ફળ પણ ચાખવાં મળ્યાં છે. અહીં છેલ્લા બાર મહિના દરમ્યાન કચ્છમિત્ર દ્વારા અનેકવિધ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી મહત્ત્વના અને પરિણામલક્ષી હોય એવા પ્રોજેક્ટોનું આલેખન કરીએ છીએ. - સીએમ તરીકે અખબારી કચેરીની પ્રથમ મુલાકાત : કચ્છના પત્રકારીત્વનાં મંદિર સમા કચ્છમિત્ર ભવનમાં અનેકવિધ ક્ષેત્રના મહાનુભાવો મુલાકાતે આવી ચૂક્યા છે અને અખબારની નિષ્ઠાના સાક્ષી બની પ્રશંસી ચૂક્યા છે, ત્યારે એ શૃંખલાની એક આગવી કડીરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છમિત્ર ભવન અને તેના બધા જ સક્રિય વિભાગોની મુલાકાત લીધી અને  અખબારી કામગીરીને સમજી તથા પીછાણી. રાજ્યમાં કોઈ પણ અખબાર કચેરીમાં સી.એમ. તરીકે પ્રથમવાર મુલાકાતે આવનારા ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છના કણકણમાં સમૃદ્ધિ છે તથા કચ્છ એ તો ભારતનું સોનું છે એવો અહોભાવ વ્યક્ત કર્યો. - પ્રવાસનની `પાંખ'નો વિસ્તાર : કચ્છડો કામણગારો પ્રવાસન ક્ષેત્રે બારેમાસ બની રહ્યો છે, ત્યારે પ્રવાસીઓ અને પ્રવાસનને લગતી ખૂટતી કડીઓને  ઉકેલી પ્રવાસનને વધુ ગતિશીલ બનાવવા માટે ભુજ ખાતે પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો, ગાઇડ અને હોટેલિયર સાથે કચ્છમિત્રએ દિશાનિર્દેશક મનોમંથન કર્યું અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયાએ પ્રવાસનને વેગ આપવા માટે પૂરેપૂરા સહયોગનો કોલ આપ્યો.- સાત સૂરોના સથવારે નવા વર્ષનાં અભિનંદન : કચ્છી નવાં વર્ષે એક અનોખી અને કલા-સંસ્કૃતિસભર પહેલ સમા ભુજના ટાઉનહોલ ખાતે `સાત સૂરોના સરનામે' શીર્ષક હેઠળ પ્રસિદ્ધ સાહિત્યકાર-એન્કર અંકિત ત્રિવેદી, કચ્છી ગાયિકા નિશાબેન ઉપાધ્યાય તથા કંઠના માણીગર દેવર્ષિ સોનેજીએ સૂર-તાલના સથવારે કચ્છી માડુઓને શ્રોતાઓની હાજરીમાં આષાઢી બીજનાં આગોતરાં સંગીત અને  સૂરભર્યા અભિનંદન પાઠવ્યાં.- નદીઓને `નવજીવન' આપવા માટેની આહુતિ : ગ્લોબલ કચ્છ, કચ્છમિત્ર અને ડીપીએ દ્વારા મુંદરાની ભૂખી નદીને પુનર્જિવિત કરવાના ઉમદા પ્રકલ્પનો પ્રારંભ કરાયો. કચ્છની ધરા પર ભૂજળ સંગ્રહ અને નદી તથા તળાવોને ફરીથી એકવાર લીલાછમ બનાવવાનાં અભિયાનને વેગ મળ્યો. નદીને નવજીવન આપવાનું અને કચ્છના જળસ્રોતોને પુન: વહેતા કરવાના આ મહાઅભિયાનમાં મહત્ત્વની આહુતિ સંયુક્ત પ્રયાસો વડે આપવામાં આવી. ડીપીટી દ્વારા વીસ કરોડ રૂપિયાનું માતબર દાન જાહેર કરાયું છે. - `ઘર ઘર જ્ઞાન'ના દીવડાનું પ્રાગટય : નાનાં ભૂલકાંઓને જ્ઞાન સાથે ગમ્મત મળે તે માટે `કચ્છમિત્ર જુનિયર'ના `ઘર ઘર જ્ઞાન' અંતર્ગત કુરન અને નજીકનાં ગામોમાં શાળાનાં બાળકોને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે એક વર્ષ સુધી નિ:શુલ્ક રીતે `જુનિયર'ની ભેટ આપવાના પ્રકલ્પનો શુભારંભ કરાયો. - કચ્છને નવપલ્લવિત કરવાનું અભિયાન : કચ્છમાં જળસંચય અને વૃક્ષારોપણની ઝુંબેશની સાથે કચ્છની પ્રાકૃતિક કાયાપલટનું અભિયાન આદરનાર `કચ્છમિત્ર-ગ્લોબલ કચ્છ'ના સંયુક્ત સથવારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટિલ સમક્ષ `સુખનું સરનામું' સહિતની ઝુંબેશનું પ્રેઝન્ટેશન કરાયું અને કચ્છમાં વધુ એક હજાર બોરવેલ રિચાર્જ કરવાનો સંકલ્પ અભિપ્રેત કરવામાં આવ્યો. - મસ્કતમાં ગુજરાતીઓનું ગૌરવગાન : વર્ષોથી અખાતી દેશોમાં સક્રિય રીતે કચ્છ / ગુજરાતના કાયમી વસતા લોકો માટે કાર્યરત એવા ગુજરાતી સમાજ અને કચ્છમિત્રના સંયુક્ત ઉપક્રમે પાંચ મોંઘેરા કચ્છી અને શેખ અનિલ ખીમજી, એડવોકેટ અનિલ ગાલા, એસ.આર.કે. ડાયરેક્ટર સુરભિબેન આહીર, દાનવીર સ્વ. હસુભાઇ ભુડિયા તથા ઉદ્યોગપતિ ચૈતન્ય શ્રોફનું વિશેષ અભિવાદન કરી એક રીતે કચ્છી માડુનું સન્માન કરાયું હતું. મસ્કતમાં યોજાયેલા સન્માન સમારોહમાં ગુજરાતી ગૌરવપ્રાપ્ત પ્રતિભાઓનું સન્માન કરવાની સાથે સૂર-સંગીત અને કલાની વિશેષ પ્રસ્તુતિ કરાઇ હતી, જેને ઉપસ્થિતોએ પ્રમાણી હતી. - ઉદ્યોગ જગતની 80 પ્રતિભાનાં `પોંખણાં' : ઉદ્યોગ, અર્થતંત્ર અને વિકાસની દિશામાં કચ્છની કાર્યસાધક પ્રગતિ થાય અને પ્રોત્સાહન મળે તેવા હેતુસર કચ્છમિત્ર અને ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન-ફોકીઆ દ્વારા અમદાવાદમાં કચ્છ બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ સમારોહ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અનેક વરિષ્ઠ મંત્રીઓના હસ્તે 80 જેટલી આર્થિક જગતની પ્રતિભાને પુરસ્કાર-એવોર્ડ આપી સન્માનિત કરાયા અને ઉદ્યોગના વિવિધ ક્ષેત્રોની વિકાસયાત્રાનો મજબૂત પાયો નાખવાની દિશામાં પ્રયાસ આદરાયો. - એક કદમ આરોગ્ય તરફ : વર્ષોથી આરોગ્ય ક્ષેત્રે ભેખધારી સેવા આપતા બિદડા સર્વોદય ટ્રસ્ટ અને કચ્છમિત્ર દ્વારા ગાંધીધામમાં હૃદયરોગ, ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ સહિતના રોગોથી બચવા અમેરિકાના નિષ્ણાત તબીબોએ `િદલ સે દિલ કી બાત' કાર્યક્રમ હેઠળ આરોગ્ય સંબંધી ઉપયોગી ટીપ્સ આપી અને લોકોને માર્ગદર્શિત કર્યા. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ, મારવાડી યુવા મંચ, જીતો અને જૈન સોશિયલ ગ્રુપ સહિતની સંસ્થાઓ પણ સહયોગી બની. - કચ્છમિત્રના પત્રકારીત્વનું નવું સીમાચિહ્ન : ભારતનો બહોળો ક્ષેત્રફળ વિસ્તાર ધરાવતા કચ્છમાં દૂરસુદૂર સુધી પ્રજાજનોની સમસ્યાઓને વાચા આપી શકાય તેવા હેતુસર કચ્છમિત્ર ગાંધીધામના બ્યૂરોનું નવપ્રસ્થાન થયું અને અખબારે ફરીથી એકવાર પ્રતિબદ્ધતા અને કચ્છ પ્રત્યેની વફાદારીનો વિશ્વાસ કચ્છની પ્રજાને અપાયો. -                                                                                                                               

Panchang

dd