કચ્છમિત્ર માટે પ્રસન્નતા અને પ્રભુ પ્રાર્થના : પરમ સ્નેહી દીપકભાઈ તથા
`કચ્છમિત્ર' પરિવાર જય સિયારામ, 20 તારીખે કચ્છમિત્રની યાત્રાનો
મહત્ત્વનો દિવસ છે, એ નિમિત્તે
ખૂબ જ પ્રસન્નતા અને પ્રભુ પ્રાર્થના.. `કચ્છમિત્ર' દૈનિક
અખબારને પોતાનું શીલ અને મૂલ્ય છે અને એ જ જન્મભૂમિ ગ્રુપના બધાં અખબારોનું બળ છે.
પુન: મારી પ્રસન્નતા વધાઈ શુભકામના! રામ સ્મરણ સાથે... - મોરારિ બાપુ - `કચ્છમિત્ર' તટસ્થતા થકી દુનિયામાં નામ : સામાજિક એકતા-સમરસતાના મશાલચી
અને ઉસુલોના આગ્રહી એવા મર્હૂમ મુફતી-એ-કચ્છ સૈયદ હાજી અહમદશા બાવા સાહેબના ફરજંદ અને
ઇસ્લામી ઉસુલના પરિવ્રાજક સૈયદ હાજી અમીનુશાબાવ સાહેબે `કચ્છમિત્ર'ના સ્થાપના દિને શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું હતું
કે, પોણી સદી કરતાં લાંબી અને પડકારરૂપ વિકાસ યાત્રા દરમ્યાન
`કચ્છમિત્ર'એ તટસ્થતા
અને વિશ્વસનીયતા થકી વિશ્વસ્તરે નામના પ્રસ્થાપિત કરી છે. પ્રદેશ, દેશ-વિદેશમાં ખબરો પ્રસરાવી છે. આવીજ તટસ્થતા બરકરાર રહે તેવી ભાવના,
અપેક્ષાઓ સહ નીત નવા સોપાનો સર કરે તેવી શુભેચ્છાઓ ? - સૈયદ હાજી અમીનુશાબાવ સાહેબ
- કચ્છમિત્ર
પર ભગવાન સ્વામિનારાયણની કૃપા અહર્નિશ રહે : પ્રામાણિક પત્રકારત્વ અને નિષ્ઠાભર્યા
અખબારી ધર્મ અને 79 વર્ષની સફળ
યાત્રાના પ્રારંભે ધર્મ અને મર્યાદાની સંપૂર્ણ જાળવણી સાથે લોકકલ્યાણના કાર્યો સાંગોપાંગ
પાર પાડનારા `કચ્છમિત્ર'ને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા અને આશીર્વાદ
આપવાની સાથે ભગવાન સ્વામિનારાયણની કૃપા અહર્નિશ વહેતી રહે એવો મંગલભાવ પ્રવાહિત કરીએ
છીએ તેમજ લોકલાડીલું અખબાર હંમેશાં કચ્છનું `િમત્ર' બની રહે
તથા દેશ-વિદેશમાં પ્રખ્યાતિ પામે એવો રૂડો આધ્યાત્મિક ભાવ...! - મહંત પુરાણી ધર્મનંદનદાસજી
સ્વામી, ભુજ સ્વામિનારાયણ મંદિર - સર્વધર્મ
સમભાવ અખબાર : મહેશ સંપ્રદાયના
પીર સાહેબ માતંગ નારાણદેવ લાલજીએ કચ્છમિત્રની 79મી જન્મ જયંતી પ્રસંગે વધાઈ સાથે આશીર્વાદ આપતાં કહ્યું હતું
કે, કચ્છની કોમીએકતા અને સર્વધર્મ પ્રત્યે કચ્છમિત્રની
સમભાવની ભાવના પ્રસંશનીય રહી છે. ભવિષ્યમાં પોતીકું ગણાતું આ અખબાર સિદ્ધિનાં શિખરો
સર કરતું રહેશે. - સાહેબ
માતંગ નારાણદેવ લાલજી, મહેશ
સંપ્રદાય - `કચ્છમિત્ર' ખરા અર્થમાં પત્ર નહિં પણ મિત્ર : અંજાર સચ્ચિદાનંદ મંદિરના ખલમહંત
ત્રિકમદાસજી મહારાજે 79માં જન્મ
દિવસે પોતાની શુભેચ્છા પાઠવતાં કહ્યું કે કચ્છમિત્ર એ ખરા અર્થમાં પક્ષ નહિં પણ મિત્ર
છે કચ્છના લોકોનો અવાજ બની આ અખબારે તંત્રને ઢંઢોળવાનું કામ નિષ્પક્ષતાથી કર્યું છે
તે ખરેખર બિરદાવવા યોગ્ય છે તેમણે આખા કચ્છમિત્રની ટીમને પોતાની શુભેચ્છાઓ પાઠવી છે.
- મહંત ત્રિકમદાસજી મહારાજ,અંજાર સચ્ચિદાનંદ મંદિર - કચ્છમિત્ર અખબારી ધર્મનું પાલન
કરે છે : કચ્છમિત્ર જ્ઞાન-વિજ્ઞાન, કલા-સંસ્કૃતિ, સાહિત્ય,
અર્થતંત્ર, ઉદ્યોગ સહિતની લોકલક્ષી વિભાવનાઓને
છેલ્લા આઠ દાયકાથી સુપેરે અક્ષરદેહ આપી પ્રતિબદ્ધ અખબારી ધર્મનું પાલન કરે છે. તેવી
જ સફળ અને માંગલિક યશોગાથાને ભવિષ્યમાં પણ સુવર્ણાક્ષરે આલેખે એવી કચ્છમિત્રના જન્મદિવસ
નિમિત્તે શુભકામના અને સાધુવાદ...!! - સ્વામી માધવપ્રિયદાસજી, (એસ.જી.વી.પી., ગુરુકુળ, છારોડી) - સત્ય પ્રેમ કરુણાનું સંવાહક : સરકાર, સંત અને સંસ્થાઓ સત્કાર્ય અને સેવાના મીડિયા
છે માધ્યમ છે તેમ લોકોની વેદના સંવેદના લાગણીઓ અભિવ્યક્ત કરવાનું મીડિયા એટલે કચ્છમિત્ર
સંસ્કારને વરેલું આ અખબાર ન માત્ર કચ્છ પણ બૃહદ ભારતમાં કચ્છીઓની ઓળખ બન્યું છે. સમસ્યા
હોય કે સમાધાન, સત્સંગ હોય કે સત્કાર્ય જયારે કચ્છમિત્રમાં પ્રગટ
થાય છે ત્યારે ઘટના દીપી ઉઠે છે. જન્મભૂમિ ગ્રુપના આ અદકેરા અખબારે સંતુલિત ખબર અને
તથ્યોને છતા કર્યા છે. લોકશિક્ષણનું મહત્ત્વનું કામ કરી રહેલા અખબારની લોકપ્રિયતા એટલી
છે કે વિદેશમાં પણ ડંકો વાગે છે. આજે 79મા જન્મદિવસે સત્ય પ્રેમ કરૂણાના સંવાહક અખબારને ખૂબ ખૂબ આશીર્વાદ.
- આચાર્ય મહારાજ જીતેન્દ્રિયપ્રિય
દાસજી મહારાજ