• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

રાજ્ય બાર કાઉન્સિલમાં કો-ઓપ્ટ સભ્ય પદે ભુજના યુવા ધારાશાત્રી

ભુજ, તા. 30 : રાજ્યના વકીલોની માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તાજેતરમાં બિનહરિફ વરાયેલી કારોબારીમાં ભુજના યુવા ધારાશાત્રી હિતેન્દ્રાસિંહ બી. વાઘેલાની શિષ્ત સમિતિમાં કો-ઓપ્ટ સભ્ય પદે નિયુક્તિ કરાઇ છે. ગત તા. 10મી મેના યોજાયેલી રાજ્ય બારની બેઠકમાં ચેરમેન પદે વડોદરાના નલિન પટેલ અને વાઇસ ચેરમેન પદે હિતેષ પટેલ તથા કારોબારી ચેરમેન તરીકે જીતુભાઇ ગોળવાળા સહિતના તમામ હોદ્દેદારો બિનહરિફ વરાયા હતા. આ કારોબારીમાં રાજ્ય બારની શિષ્ત સમિતિમાં ભુજના ધારાશાત્રી હિતેન્દ્રાસિંહ વાઘેલાને કો-ઓપ્ટ સભ્ય તરીકે સ્થાન અપાયું છે. શ્રી વાઘેલા અગાઉ ભુજ બારના ઉપપ્રમુખ, સહમંત્રી અને કારોબારી સભ્ય પદે સેવા આપી ચૂકયા છે. તેઓ ભુજ ઉપરાંત ભચાઉ અને ગાંધીધામ સહિતની અદાલતોમાં સેવા આપી રહ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang