• મંગળવાર, 17 જૂન, 2025

અમદાવાદમાં બાવન કરોડનાં દાનથી કણબી સેવા સદન ખુલ્લું મુકાયું

ગોપાલ પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 10 : પાંચ દાયકા પહેલાં એક નાનાં મકાનથી આજનાં પાંચ-પાંચ મોટાં સંકુલની યાત્રા કરી ચૂકેલા અમદાવાદ લેવા પટેલ સમાજે ઇન્કમટેક્સ ચાર રસ્તા જેવા પોશ વિસ્તારમાં બાવન કરોડના દાતાઓનાં દાન સાથે વધુ એક નૂતન સેવા સદનનો પ્રારંભ કર્યો છે. રવિવારે સંપ્રદાય આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ- મહંત સ્વામીના હસ્તે ઉદ્ઘાટિત આ વિશાળ ઇમારતને  હસુભાઇના ધર્મપત્ની પુષ્પાબેન ભુડિયાનું નામકરણ કરાયું છે. મૂળ કચ્છ-ફોટડીના સ્વ. હસુભાઇ ભુડિયાનાં દાન ઔદાર્યે ઐતિહાસિક છલાંગ ભરી ચૂકેલા અમદાવાદ સમાજમાં સ્વ. કેશુભાઇ ભુડિયા  બંધુ કાનજીભાઇ ભુડિયા, સ્વ. અરવિંદ ભુડિયા તેમના પુત્રરત્નો ધ્રુવ, દર્શક, કીર્તન, સૂરજ, માતાઓ વેલીબેન, રતનબેન, ભાનુબેન, પુત્રવધૂ દિયાબેન હીરાણી સમગ્ર પરિવારે  લક્ષ્મીનો ધોધ વરસાવતાં થયેલ સર્જનને દરેક વકતાઓએ સાચા સમાજપ્રેમી તરીકે નવાજ્યા હતા. આચાર્ય મહારાજ કૌશલેન્દ્રપ્રસાદજીએ ભુડિયા પરિવારને એકતાંતણે બાંધવામાં માતૃશક્તિને યશ આપતાં પુષ્પાબેને પુત્રોને આપેલ સંસ્કારની નોંધ લીધી હતી, તો ભુજ સ્વામિનારાયણ મંદિરના મહાન મહંતપુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજીભગતે હસુભાઇનાં કાર્યોને અજોડ લેખાવ્યાં હતાં. ઉપમહંત ભગવદ્જીવનદાસજી સ્વામીએ કચ્છથી ભણવા આવતા છાત્રોને સંસ્કાર સાથે શિક્ષણની હિમાયત કરી હતી, તો ભુજ સમાજના અરજણભાઇ પિંડોરિયાએ દાતા પરિવારના ઔદાર્યને વધાવ્યું હતું. નારાણભાઇના શબ્દ સંકલને દાતાઓ-આગેવાનોની પહેરામણી કરાઇ હતી. આ પ્રસંગે જેણે અમદાવાદ સમાજ માટે મોટો દાખડો કર્યો હોય તેવા પૂર્વ પ્રમુખ શિવજીભાઇ માવજી સિયાણી અને હસુભાઇ સાથે દાનનું સંકલન કરનાર વર્તમાન સમાજ મંત્રી ઇશ્વરભાઇ પૂંજાણીનું વિશેષ સન્માન કરાયું હતું. દાતા પરિવારના પુષ્પાબેન પરિવારને યાદગીરી આપી ઋણ સ્વીકારાયું હતું. ભવિષ્યમાં છારોડી વિસ્તારમાં સમાજના 4000 વારના પ્લોટમાં ઓડિટોરિયમ, ફ્લેટ અને સુવિધાજનક છાત્ર આવાસની યોજના સી.એ. કરશનભાઇએ સંસ્થા વતી જાહેર કરી હતી. હાલ નારાણપુરામાં ઉતારાના બે સંકુલ, 300 દીકરીઓ માટે આ ઉદ્ઘાટિત સંકુલમાં 450 દીકરા માટે હોસ્ટેલ સુવિધા મળી 700 જેટલા કચ્છી લેવા પટેલ છાત્રો માટે મોટી સુવિધા ઊભી કરાઇ છે. સંસ્થાના પૂર્વ સુરિઓ પૈકી વર્તમાન ઉપપ્રમુખ મેઘજીભાઇ ખેતાણી, માવજીભાઇ રૂડા પાંચાણી વતી નલિનભાઇ, નાનાલાલ વરસાણી, રવજીભાઇ છભાડિયા, ખીમજી રાબડિયા, કરશન ભુડિયા સહિતનાની દીર્ધ દૃષ્ટિને વધાવાઇ હતી. સરદાર ધામના શ્રી ઝાલાવાડિયાએ  કચ્છી પાટીદારો માટે શનિ-રવિના પાંચ-પાંચ કલાક નિ:શુલ્ક રીતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓની દરખાસ્ત કરી હતી. કાલુપુર મહંત પી.પી. સ્વામી, ભારથી દેવજીવન સ્વામીપુરુષોતમપ્રિય સ્વામી, ભુજ મંદિરના યુવા કોઠારી સંત દેવપ્રકાશદસજી સ્વામી ઉપસ્થિત રહી પ્રસંગને ભગવો રંગ આપ્યો હતો. વર્તમાન પ્રમુખ કરશનભાઇ રાઘવાણીની આગેવાનીમાં મેઘજી ખેતાણી, ઇશ્વર પૂંજાણી, રવિ રાઘવાણી, કરશન પટેલ, નીરવ વરસાણી, હરજી કેરાઇ (હરૂભાઇ), એચ. કે.  ગામી, માવજી ભુવા, નારાણ હાલાઇ, યુવા દાતા શશીકાંતભાઇ કરશન પીંડોરિયા સહિત યુવા ટીમને નોંધ લેવાઇ હતી. દાતા કે. કે. પટેલ, શશીકાંત વેકરિયા, ગાંધીનગર ગુરુકુળના હરિપ્રસાદ સ્વામી, ભુજ મંદિરના  મહંત સ્વામી, મોભી આર. આર. પટેલ, આર. એસ. હીરાણી, સ્વ. ભીખાલાલ સિયાણી, સ્વ. લક્ષ્મણ બાપા, રામજી રત્ના, કરશન લાલજી, શામજીભાઇ દબાસિયા (જેસામ) સહિતના  માર્ગદર્શન-હૂંફથી સમાજ વિકાસની વાત કરાઇ હતી. આ પ્રસંગે ભુજ સમાજ પ્રમુખ વેલજીભાઇ પીંડોરિયા, ઉપપ્રમુખ શિવજીભાઇ છભાડિયા, મંત્રી કરશન મેપાણી, મનિષાબેન પટેલગોપાલ વેકરિયા, કસ્તુરબેન મેપાણી, હંસાબેન હરસિયાણી, ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયા, ઉપાધ્યક્ષ ધનસુખભાઇ સિયાણીમંત્રી મનજી પીંડોરિયા, સહમંત્રી સામજી પીંડોરિયા, જાણીતા કેળવણીકાર કેસરાભાઇ પીંડોરિયા, પૂર્વ ટ્રસ્ટી કાંતાબેન વેકરિયામાંડવી સમાજના મંત્રી વિશ્રામભાઇ કેરાઇ, હીરજી પૂંજાણી, મોમ્બાસા મંદિર પ્રમુખ નારાણભાઇ  મેપાણી સહિતના અનેક કાર્યકરો જોડાયા હતા. બહોળી સંખ્યામાં ઉપસ્થિત કચ્છ ચોવિસીના આમંત્રિતોએ  સમાજની પ્રગતિને બિરદાવી હતી. - સમાજની સુવિધાઓ : નારાણપુરા ખાતે 64 રૂમના ઉતારા માટે બે બિલ્ડીંગ, 300 દીકરીઓ માટે અલાયદું છાત્રાલય, 450 છાત્ર દીકરા માટે નૂતન સેવા સદન, સિંરદાર કોલોનીમાં  સ્ટાર્ટઅપ કરનાર 60 સાહસિકો માટે આવાસ, છારોડીમાં 4000 વારનો પ્લોટ જેમાં ભવિષ્યમાં  સુવિધાઓ વિકસાવાશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd