• ગુરુવાર, 19 જૂન, 2025

કચ્છી પિતા-પુત્રે આઠ દિવસમાં માઉન્ટ એવરેસ્ટ બેઝનું અભિયાન પૂર્ણ કર્યું

મુંબઈ, તા. 10 (અમારા પ્રતિનિધિ તરફથી) : અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી આ કથનને 73 વર્ષના કોમલભાઈ છેડાએ વિશ્વના સૌથી ઊંચા ગણાતા માઉન્ટ એવરેસ્ટના બેઝ સુધી કઠિન ચઢાણ સફળતાથી પૂર્ણ કરી સાર્થક કર્યું છે. નવાઈ તો એ છે કે, તેમના એક ઘૂંટણનું ઓપરેશન થયેલું છે અને બીજા પગમાં દુ:ખાવો રહે છે. આવી શારીરિક સ્થિતિમાં કડકડતી ઠંડીમાં 5,364 કિ.મી. સુધીનું અંતરનું ચઢાણ સર કરી તેમને ગજબની ગણી શકાય તેવી સાહસિકતા દેખાડી છે. તેમના એવરેસ્ટ બેઝ અભિયાનમાં પુત્ર તેજસ છેડા પણ સાથે રહ્યા હતા. કોમલભાઈ કચ્છ યુવક સંઘના મોભી છે. સંસ્થાનું ઘણાં વર્ષ સુકાન સંભાળ્યું છે, એમની વિશેષતા એ છે કે, ફિટનેસ માટે તેઓ જાગૃત રહે છે. દરરોજ યોગાસન કરે છે, એ ચાલતા હોય ત્યારે ઉંમરનો જરા પણ અંદાજ આવતો નથી. કોમલભાઈએ એવરેસ્ટ બેઝ સુધી સફળતાથી પહોંચી ગયા તેનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, પુત્ર તેજસના આગ્રહથી મેં હિંમત કરી મે મહિનાના પહેલા અઠવાડિયે બેઝ કેમ્પ જવાની અમારી વાત થઈ અને 20 મેએ જવા માટે પ્રસ્થાન કર્યું હતું. એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચતાં અમને આઠ દિવસ લાગ્યા. મને ઊંચાઈ પર ઓક્સિજનની ઓછપને કારણે તકલીફ થઈ હતી. બે ડગલાં ચાલુ ત્યાં શ્વાસ ફૂલવા લાગે, એટલે થોડુંક ચાલીને થોડીવાર બેસી જવું પડતું. બેઝ કેમ્પ સુધી જતાં હું ખૂબ થાકી ગયો હતો, પણ બેઝ કેમ્પ પહોંચ્યા પછી આનંદ થયો, એ પછી પાછા વળતાં હેલિકોપ્ટરમાં આવ્યો. નીચે ઊતરવામાં ઘૂંટણ પર વધુ દબાણ આવે મારી એવી હાલત નો'તી કે ચાલીને નીચે પહોંચી શકું. કોમલભાઈએ કહ્યું, હું પ્રકૃતિપ્રેમી છું, છેલ્લા 15-20 વર્ષથી ટ્રેકિંગ કરું છું.  તેજસ છેડાએ કહ્યું તેમના પિતાએ માઉન્ટેનિયરિંગની પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી નથી, પણ ફિઝિકલ ફિટનેસ પર ધ્યાન આપે છે એટલે તો અમે બન્ને અમારા સંકલ્પમાં સફળ થયા છીએ. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd