ભુજ, તા. 10 : જેઠ માસ અડધો વીતવા છતાં કચ્છમાં
ગરમી-ઊકળાટનો દોર યથાવત રહ્યો છે. 41 ડિગ્રીએ અંજાર-ગાંધીધામે બે દિવસ બાદ ફરી એકવાર રાજ્યના ગરમ
મથકોમાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું. ભુજમાં 39.4 ડિગ્રીએ તાપની સાથે ઊકળાટ અનુભવાયો હતો. લઘુતમ પારો 28 ડિગ્રી આસપાસ નોંધાયો હતો.
આખો દિવસ જિલ્લામાં સરેરાશ 8થી 12 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો
હતો. હવામાન વિભાગે વાતાવરણમાં મોટા ફેરબદલની સંભાવનાને નકારી છે.