નખત્રાણા, તા. 20 : તાલુકા મથક નખત્રાણાથી ઉગેડી
સુધીના અંદાજિત 20 કિ.મી. ધોરીમાર્ગની
સાઇડો ઉપરના વૃક્ષોમાં કપાસ બિજની કંપનીઓએ પોતાની જાહેરાત માટેનાં બોર્ડ લગાડવા લોખંડના
ખીલા મારી પર્યાવરણના રક્ષક એવા વૃક્ષોને પહોંચાડાતી હાનિથી વૃક્ષપ્રેમીઓમાં નારાજગી
વ્યાપી છે. જાગૃત વૃક્ષપ્રેમી વર્તુળોના જણાવ્યા મુજબ 20 કિ.મી. અંતરમાં રસ્તાની બંને
બાજુએ 100થી ઉપરની સંખ્યામાં લીલાં વૃક્ષમાં
કપાસ બિજની જાહેરાતના બોર્ડ લગાડવા લોખંડના ખીલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 3થી 4 ઇંચના લોખંડના ખીલા લગાડવાથી વૃક્ષનું નુકસાન થાય છે. પવનચક્કીઓ
અને વીજ કંપનીઓ દ્વારા સીમાડામાં બનાવાતા રસ્તા માટે લીલાં વૃક્ષો ઉખેડી નાખવામાં આવે
છે, તેનું વન વિભાગ ધ્યાન રાખે તેવું જાગૃત નાગરિક
જગદીશ દવેએ જણાવ્યું છે.