• મંગળવાર, 17 જૂન, 2025

ભારતીય સેનાની વીરતાથી વિશ્વ અચંબિત

અંજાર, તા. 19 : ભારતીય સેનાએ પાકિસ્તાનની સેનાને જડબાંતોડ જવાબ આપ્યો હતો. સેનાના શોર્ય અને વીરતાથી વિશ્વ અચંબામાં મુકાયું છે. સેનાની આ શોર્ય અને ગૌરવગાથાને વધાવવા અંજારમાં તિરંગાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંજારમાં ભારતમાતાની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યાર બાદ ગંગાનાકા પાંજરાપોળ પાસેથી ભવ્ય `િતરંગાયાત્રા' નીકળી હતી. `િતરંગાયાત્રા' 12 મીટર રોડ પરથી પસાર થઈ કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઇસ્કૂલ પાસે પહોંચી હતી. યાત્રા રૂટ પર આવતી મહાનુભાવોની પ્રતિમા અનુક્રમે બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, સ્વામી વિવેકાનંદ, છગનબાપા, મેઘજી શેઠની પ્રતિમાઓને મહાનુભાવોએ હારારોપણ કર્યું હતું. ત્યારબાદ યોજાયેલા એક સમાપન સમારંભમાં સૌપ્રથમ શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસે સૌને આવકાર્યા હતા તેમજ કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી. સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ અને રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજે સૌને આશીર્વચન આપ્યા હતા. ઉપરાંત બગથડા યાત્રાધામના મહંત ખીમજીડાડા માતંગ, સ્વામિનારાયણ મંદિરના સંતો, લાલ ટેકરી (વિજયનગર)ના મહંત મનિરામ બાપુ, લાલા મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ આ પ્રસંગે ભારત સરકાર અને દેશની સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કરી સમગ્ર વિશ્વને આશ્ચર્યમાં નાખી દીધું છે. માત્ર 25 મિનિટમાં નવ સ્થાને આતંકવાદીઓના ગઢને પ્રાપ્ત કરનારી આપણી સેનાની ત્રણેય પાંખે ઉત્સાહ, વીરતા, બહાદૂરી બતાવી સમસ્ત વિશ્વને ભારતની તાકાતનો પરચો બતાવી દીધો છે. દુશ્મન સેનાની મિસાઈલને તોડી નાખી હતી. તેમના શૌર્યને બિરદાવવા માટે `િતરંગાયાત્રા'નું આયોજન સફળતાપૂર્વક થઈ રહ્યું છે તેમ જણાવ્યું હતું. યાત્રા રૂટ પર વિવિધ સમાજો દ્વારા યાત્રા પર પુષ્પવૃષ્ટિ કરી તેમજ ઠંડાપીણા અને ઠંડાં પાણીની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન શાસક પક્ષના નેતા નીલેશગિરિ એમ. ગોસ્વામીએ અને આભારવિધિ શહેર ભાજપ મહામંત્રી ક્રિપાલાસિંહ રાણાએ કરી હતી. આ `િતરંગાયાત્રા'માં અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાહુલભાઈ ગોર, મંત્રી વસંતભાઈ કોડરાણી, નગરપાલિકાના ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધભટ્ટી, કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા, અમૂલ ડેરીના વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલ, મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા, નગરપાલિકા દંડક કલ્પનાબેન ગોર, ડેનીભાઈ શાહ, ડેપ્યુટી કલેક્ટર સુરેશભાઈ ચૌહાણ, મામલતદાર ભગવતીબેન ચાવડા, ડીવાયએસપી મુકેશભાઈ ચૌધરી, પી.આઇ. ગોહિલ, હેલ્થ ઓફિસર ડો. રાજુભાઈ અંજારિયા, કાઉન્સિલરો કેશવજીભાઈ સોરઠિયા, કુંદનબેન જેઠવા, સુરેશભાઈ ટાંક, બહાદૂરાસિંહ જાડેજા, ઇલાબેન ચાવડા, પ્રીતિબેન માણેક, નસીમબેન રાયમા, સુરેશભાઈ ઓઝા, લીલાવંતીબેન પ્રજાપતિ, હર્ષાબેન ગોહિલ, અમરીશભાઈ કંદોઈ, વિજયભાઈ પલણ, ગાયત્રીબા ઝાલા, મયૂરભાઈ ખીમજીભાઇ સિંધવ, નીતાબેન ઠક્કર, મામદ હુસેન ગુલામશા સૈયદ, વિનોદભાઈ ચોટારા, કંચનબેન સોરઠિયા, શિક્ષણ સમિતિના ચેરમેન બલરામભાઇ જેઠવા, વાઇસ ચેરમેન તેજસભાઈ મહેતા, કિશોરભાઈ ખટાઉ, અશ્વિનભાઈ પંડયા, દિનેશભાઈ સી. ઠક્કર, અમિતભાઈ વ્યાસ, કિંજલભાઈ બુદ્ધભટ્ટી, અલ્પેશભાઈ દરજી, દિગંતભાઈ ધોળકિયા, કિશોરાસિંહ જાડેજા, મજીદભાઈ રાયમા, મહેશભાઈ દોશી, ફરહાનભાઈ લોઢિયા, હનીફભાઈ કુંભાર, વરુણભાઇ ઠક્કર, દીપકભાઈ કોડરાણી, જિગરભાઈ ગઢવી, અમિતભાઈ સોની, શંભુભાઈ આહીર, વિશાલભાઈ પંડયા, પાર્થભાઈ રાજગોર, સંજયભાઈ સોરઠિયા, મહેન્દ્રભાઈ કોટક, હસમુખભાઈ કોડરાણી, હાજી ઈસ્માઈલભાઈ ખત્રી, હાજી ભચલશા શેખ, મામદશા શેખ, ડો. દીપકભાઈ ચૌધરી, હાર્દિકભાઈ પ્રજાપતિ, યાકુબ મનસુર, અમીરઅલી રાયમા, જુસબભાઈ બાયડ, જયશ્રીબેન ઠક્કર, વૈશાલીબેન સોરઠિયા, સોનલબેન મહેતા, ધનુબેન ગઢવી, સંદીપાબેન સોની, નગરપાલિકા હાઇસ્કૂલના જયદીપાસિંહ જાડેજા, જયંતીભાઈ નાથાણી, કલ્પેશભાઈ જોશી, રેખાબા જાડેજા, અંજારના વિવિધ સમાજો, અનેક સંસ્થાઓ, શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ અને શહેરના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd