• શુક્રવાર, 29 માર્ચ, 2024

સાઈક્લોત્સવમાં જોડાવવા સાઈક્લિસ્ટોમાં અનેરો ઉત્સાહ

ભુજ, તા. 30 : પેડલ ફોર એન્વાયર્નમેન્ટના સૂત્ર?સાથે પર્યાવરણ જાગૃતિ અર્થે કચ્છમિત્ર અને ભુજ બાઇસિકલ ક્લબ, રોયલ સાઇકિલસ્ટ ગ્રુપ, વ્હાઇટ ઇગલ સાઇકલ ગ્રુપ દ્વારા રવિવારે યોજાનારા સાઈકલોત્સવમાં જોડાવવા સાયક્લિસ્ટોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્રણ અલગ-અલગ કેટેગરીમાં યોજાનાર સાઈક્લોત્સવના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વિશ્વ સાઇકલ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં યોજાનારા સાઈક્લોત્સવનો પ્રારંભ રવિવારે સવારે 6 કલાકે ટાઉનહોલથી કરવામાં આવશે. 30 કિલોમીટરની કેટેગરીમાં જોડાનાર સાઇક્લિસ્ટો કોમર્સ કોલેજ રોડ, હિલગાર્ડન રિંગ રોડ, કોડકી ગામ અને કોડકી ગંગાજીથી પરત ફરશે તો 20 કિ.મી.ની કેટેગરીમાં ભાગ લેનારા સાઇક્લિસ્ટો કોડકી ટેકરીથી પરત ફરશે જ્યારે 10 કિ.મી.ના રૂટમાં જોડાનાર સાઇક્લિસ્ટો કોડકી ચાર રસ્તાથી પરત ફરશે. સાઈક્લોત્સવમાં જોડાનાર સાયક્લિસ્ટોએ સ્પર્ધા શરૂ?થવાની 15 મિનિટ પૂર્વે રિપોર્ટિંગ કરવાનું રહેશે. 30 કિ.મી.ની સ્પર્ધા સવારે 6, 20 કિ.મી.ની સ્પર્ધા 6.30 અને 10 કિ.મી.ની સ્પર્ધા 7 વાગ્યે શરૂ થશે. આ સ્પર્ધામાં જોડાનાર સાઇક્લિસ્ટોએ હેલ્મેટ અને સફેદ ટી-શર્ટ ફરજિયાત પહેરવાના રહેશે. ટાઉનહોલ ખાતે મુખ્ય સ્ટેજ અને સેલ્ફી પોઇન્ટ બનાવવા સાથે તમામ સ્પર્ધકો માટે બ્રેકફાસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. નાના બાળકોથી માંડી મોટી ઉંમરના લોકો અને મહિલાઓએ પણ ઇવેન્ટમાં જોડાવવા ભારે ઉત્સાહ દેખાડી રહ્યા છે. સાઇક્લિસ્ટોને અપાનાર મેડલ અને સર્ટિફિકેટમાં પણ પર્યાવરણ જાગૃતિનો સંદેશ?આપવામાં આવશે. આ ઇવેન્ટમાં જોડાનાર માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરાઇ?છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang