• બુધવાર, 30 એપ્રિલ, 2025

ચાલતી બસે પ્રસૂતિની પીડા ઉપડી ને 108ની મદદથી બાળકનો જન્મ

ભુજ, તા. 14 : `રામ રાખે તેને કોણ ચાખે...'ની ઉક્તિને સમર્થન આપતો એક બનાવ આજે બોડેલીથી નખત્રાણા આવતી એસ.ટી. બસમાં બન્યો હતો. ચાલુ મુસાફરી દરમ્યાન પ્રસૂતાને પ્રસૂતિની પીડા ઉપડતાં બસ ડ્રાઇવર-કંડક્ટર અને પ્રવાસીઓ વહારે આવી 108ને બોલાવતાં તેની મદદથી આદિવાસી બહેને પુત્રને જન્મ આપ્યો હતો. માતા-સંતાન બંને સહી સલામત હોવાના સુખદ વાવડ મળ્યા છે. આ બનાવ અંગે નખત્રાણા ડેપોની બસના કંડક્ટર મંગલભાઇ કે. રાઠોડે જણાવેલી વિગતો મુજબ આજે બોડેલીથી નખત્રાણા આવતી બસ બપોરે 1.45 વાગ્યે સૂરજબારી ટોલ ગેટ પર પહોંચતાં બસમાં સવાર એક આદિવાસી બહેનને પ્રસૂતિની પીડા ઉપડતાં પ્રવાસીઓએ તેમને જાણ કરતાં બસના ડ્રાઇવર દિનેશ ડી. ભદ્રુએ તુરંત 108 પર ફોન કરી બોલાવતાં સાયરન વાગતી 108 તુરંત ઘટના સ્થળે આવવી પહોંચી હતી ત્યાં જ 108ની મદદથી પ્રસૂતાએ પુત્રને જન્મ આપ્યો હતો. આ બાદ ભચાઉ આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાયા હતા અને બંને સહી સલામત હોવાની વિગતો મળી છે. શ્રમજીવી આદિવાસી બહેન હાલોલથી નખત્રાણા આવતી હતી. તેમની આર્થિક સ્થિતિ નબળી હોવાથી મંગલભાઇએ રૂા. 1000 અને અન્ય પ્રવાસીઓએ પણ આર્થિક સહયોગ આપ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd