• બુધવાર, 30 એપ્રિલ, 2025

38મા એઆઇયુ ઈન્ટર - યુનિવર્સિટી નેશનલ યૂથ ફેસ્ટિવલ - 2025માં પારુલ યુનિ.એ નેશનલ ચેમ્પિયન્સ ટાઇટલ જીત્યું

વડોદરા, માર્ચ, 2025 : પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તેમની અભૂતપૂર્વ પ્રતિભા અને કૌશલ્યોનું પ્રદર્શન કરતાં 38મા એઆઇયુ ઈન્ટર - યુનિવર્સિટી નેશનલ યૂથ ફેસ્ટિવલમાં પ્રતિષ્ઠિત નેશનલ ચેમ્પિયન્સનું ટાઇટલ જીતીને યુનિવર્સિટીને ગૌરવ અપાવ્યું છે. આ ફેસ્ટિવલમાં યુનિ.ના વિદ્યાર્થીઓએ ડાન્સ, મ્યુઝિક, થિયેટર, લિટરેચર, ફાઇન આર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં ટોચનું સ્થાન હાંસલ કરીને સ્પર્ધામાં તેમનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. પારુલ યુનિવર્સિટી ફાઇન આર્ટ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ સાથે ઓવરઓલ ચેમ્પિયન બની છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ, કોલાજ, પોસ્ટ માકિંગ અને મહેંદી જેવી બીજી સ્પર્ધાઓમાં પણ પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે તેમજ કાર્ટાનિંગમાં સિલ્વર મેડલ અને ક્લે મોડાલિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મ્યુઝિક કેટેગરીમાં યુનિવર્સિટીએ રનર્સ અપ ટાઇટલ મેળવ્યું છે, જ્યારે કે વેસ્ટર્ન વોકલ સોલો, ગ્રુપ સોંગ વેસ્ટર્ન અને ફોક ઓરકેસ્ટ્રામાં ગોલ્ડ મેડલ તથા ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સોલોમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ અંગે પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડો. દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે નેશનલ ચેમ્પિયન્સ ટાઇટલ જીતવું અમારા માટે ગૌરવની ક્ષણ છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd