• બુધવાર, 30 એપ્રિલ, 2025

કંડલા બંદરે 100 ટનની ચાર હાર્બર મોબાઈલ ક્રેનનો સમાવેશ

ગાંધીધામ, તા. 21 : દિનયાળ પોર્ટમાં કાર્ગો હેન્ડલીંગની ક્ષમતા વધારવા માટે ચાર  નવી 100  ટનની ચાર હાર્બર મોબાઈલ ક્રેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશના અગ્રણી મહાબંદરો પૈકીના દિનદયાલ પોર્ટ  દ્વારા સફળતા પુર્વક  કાર્ગો હેન્ડલીંગમાં આ ક્રેનનો સમાવેશ કરાયો છે. ડીપીએ ચેરમેન સુશિલકુમાર સિંઘના હસ્તે ક્રેનને કાર્યરત કરવામાં આવી હતી. કાર્ગો જેટી rિવસ્તારમાં 205 કરોડના ખર્ચે  ખરીદવામાં આવેલી આ ક્રેન થકી હેન્ડલીંગની કાર્ય ક્ષમતા બમણી થશે અને તેમજ હેન્ડલીંગના સમયમાં પણ ઘટાડો થશે. ડીપીએ ચેરમેને કહ્યું હતું કે અ બંદરની કામગીરીમાં ભીડ ઘટાડવા  , ઉત્પાદકતા વધારવા, અને ભારતના વધતના એકઝીમ વેપારને ટેકો આપવાના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે. નવા નાણાકીય વર્ષની શરૂઆત પહેલા જ વિકસાવાયેલી આ સુવિધા વિવિધ શ્રેણીના કાર્ગોને હેન્ડલ કરવામાં મહત્વની ભજવશે ડી.પી.એ  આધુનીક ટેકનોલોજી અને ગ્રીન પહેલને એકીકૃત કરવાના મિશનમાં અડગ હોવાની લાગણી આ વેળાએ વ્યકત કરાઈ હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd