• બુધવાર, 30 એપ્રિલ, 2025

માંડવી દરિયાકિનારે મૃત જેલી માછલી નીકળતાં જીવદયાપ્રેમીઓમાં આઘાત

કોડાય (તા. માંડવી), તા. 19 : અહીં દરિયાકિનારા પર બીચ ખાતે જેલી ફિશ મૃત હાલતમાં જોવા મળતાં જીવદયાપ્રેમીઓમાં દુ:ખની લાગણી ફેલાઈ હતી. વનતંત્ર દ્વારા ત્યાંથી લઈ માંડવી પશુ દવાખાનાં ખાતે પીએમ કરાવાયું હતું. જેલી ફિશને દરિયાકિનારેથી લેવાની કામગીરી પી. આર. સોલંકી વનરક્ષક તેમજ એસ. આઈ. પટેલ - વનપાલ દ્વારા કરાઈ હતી. આ અંગે અગ્રણી રાણશીભાઈ ગઢવીએ સંબંધિત તંત્રને જાણ કરી હોવાનું યાદીમાં જણાવાયું હતું. દરિયાકિનારે મૃત:પાય મળતી માછલીઓ દરિયાઈ જીવસૃષ્ટિ માટે લાલબત્તી સમાન હોઈ આ અંગે પગલાં લેવા તેમજ પર્યટકોએ કચરો કિનારે ન ફેંકવા સહિતની તકેદારી રાખવા જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd