• બુધવાર, 30 એપ્રિલ, 2025

ગાંધીધામના 33.53 લાખના બાકીદારની મિલકત સીલની કાર્યવાહી

ગાંધીધામ, તા. 19 : અહીંની મહા નગરપાલિકાએ વેરા વસૂલાત ઝુંબેશ વેગવંતી બનાવી છે. મનપાની ટીમે 33.53 લાખની બાકી રકમધારકની મિલકત જપ્ત અને સીલ કરતી ધાક બેસાડતી કાર્યવાહી કરી હતી. શહેરના સેક્ટર-11, પ્લોટ નં. 77, 77/1 અને 94ના વર્ષ 2024-2025ના માર્ચ 2025 અંતતિ સુધીમાં  7,54,527 તથા 10,21,126 અને 15,78,024  અનુક્રમે બાકી હતી.  આ અંગે નોટિસ અપાયા બાદ બાકીદાર દ્વારા વેરાની ભરપાઈ કરવામાં આવી ન હતી. આ પ્લોટ ઉપર કૂકવેલ ફૂડ પ્રા.લિ.આવેલી છે. મનપા એ શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મિલકતધારકોને  સત્વરે બાકી વેરા ભરવા માટે અનુરોધ કર્યો હતો.આગામી દિવસોમાં આ પ્રકારની કાર્યવાહી જારી રહેશે તેવુ મનપાના સત્તાધિશોએ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd