ભુજ, તા. 19 : અહીંના કચ્છ સંગ્રહાલય દ્વારા
તા. 25મી માર્ચથી 31મી માર્ચ 2025 દરમ્યાન સિદ્ધાર્થ કનેરિયા
દ્વારા ક્યુરેટ અને ડિઝાઇન કરાયેલ લાઇટ-થ્રેડ, પ્રકાશ-સૂત્ર, ફોટોગ્રાફી અને વત્ર હસ્તકલા વારસા આધારિત
એક મનમોહક કલાત્મક ટેપેસ્ટ્રી સાથેનું પ્રદર્શન યોજાયું છે. સંદીપ વિરમાણી હુન્નરશાળા
ફાઉન્ડેશન-ભુજના હાથે જેનું ઉદ્ઘાટન 24મી માર્ચ 2025ના સાંજે
6 વાગ્યે યોજાશે. આ પ્રદર્શનનો અનુભવ સૌને
અચૂક એક દિશા તરફ પ્રેરશે, જ્યાં સમય
ધીમો પડી જાય અને ટેકસ્ચર વાર્તાઓ કહેશે, જ્યાં પ્રકાશ કપડાંમાં
સિવાયેલ હોય અને દોરા છબીઓ બની જાય તો નજીકથી જોવા, ઊંડાણપૂર્વક
અનુભવવા અને કારીગરી, સમુદાય તથા વાર્તા કહેવાની (સ્ટોરી ટેલિંગ)
કાલાતીત કળા વચ્ચેના ઘનિષ્ઠ સંબંધને ફરીથી શોધવા-માણવા પ્રદર્શન નિહાળો. ફોટોગ્રાફીના
શોખીન કે હસ્તકલાના જાણકાર કે ફક્ત સર્જનાત્મક કલાના પ્રશંસક આ પ્રદર્શન, લાઇટ-થ્રેડ દ્વારા કચ્છ સંગ્રહાલયમાં આપણી ભાતિગળ સંસ્કૃતિની અને કચ્છી માડુની
કથા અનોખા અંદાજમાં નિહાળવા મળશે. સાતે દિવસ નિ:શુલ્ક સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધી નિહાળી શકાશે, એવું કચ્છ સંગ્રહાલયના ક્યુરેટરની યાદીમાં જણાવાયું
છે.