ગાંધીધામ, તા. 19 : કચ્છ જિલ્લાના સોના ચાંદીના
વ્યવસાય વિકાસ સંદર્ભે કચ્છ બુલીયન ફેડરેશન દ્વારા જેમ્સ એન્ડ જવેલરી ફાઉન્ડેશનના સહયોગથી ગાંધીધામ ગોલ્ડ સીલ્વર એસોસીએશનના યજમાન પદે લાભમ સેમીનારનું આયોજન કરાયું હતું. આ વેળાએ સોના ચાંદીના
વેપારને વધુ કેમ વિકસાવવો તે અંગે માર્ગદર્શન અપાયું હતું. ઓલ ઈન્ડીયા જેમ્સ એન્ડ જ્વેલરી
ડોમેસ્ટીક કાઉન્સીલના પૂર્વ અધ્યક્ષ નિતીનભાઈ ખંડેલવાલ (અકોલા) એ વકતવ્યમાં જણાવ્યું
કે એકસાઈઝ ડ્યુટી સમયે જી.જે.સીએ સરકાર સામે લડાઈ લડી રોલબેક કરાવવામાં સફળતા મેળવી હતી.
તો હોલમાર્ક અંગેની સરકાર સામેની રજૂઆતોમાં અગ્રેસર રહી મહત્વની ભુમિકા અદા કરી હોવાનુ કહ્યું હતું. સંસ્થાની કાર્ય પ્રણાલી અંગે
વાત કરતાં એમણે જણાવ્યું કે સંસ્થા જ્વેલર્સના પ્રમોટ, પ્રોગ્રેસ અને પ્રોટેટ માટે કાર્ય કરે છે. સીએસઆર
ફંડ સાથે જ્વેલર્સ- કારીગર માટે મદદરૂપ પ્રવૃતિઓ કરાતી હોવાનેં ઉમેર્યું હતું. જી.જે.સીના પૂર્વ
અધ્યક્ષ હરેશ સોનીએ શ્રેષ્ઠ વ્યાપાર પધ્ધતી દ્વારા અને નવા નિયમોનું પાલન
કરીને પોતાના ધંધાનો વિકાસ કેમ કરવો એ
બાબતે સહજ રીતે સમજ આપી હતી. ભારત વિશ્વના ત્રીજા મોટા અર્થતંત્ર બનવા તરફ ગતિ કરતું હોય
ત્યારે સ્ટાર્ટપ દ્વારા સરકાર સાથે જોડાઈને પણ પોતાના ધંધાનો વિકાસ થઈ શકે છે તેવું
ઉમેર્યું હતુ. મહિલાઓ પણ ધીમે ધીમે આ વ્યવસાયમાં
જોડાઈ રહી છે જેમના માટે પણ સારી તકો હોવાનું કહ્યું હતું. જીજેસીના ડાયરેક્ટર સલીમ દાગીનાવાલાએ ઘરેણા સંબધી માહિતી આપી હતી. જીજેસીના
લાભમ્ સેમીનારના સંયોજક વર્ધમાન કોઠારીએ લાભમ્ ની ઉપયોગીતા અને એના દ્વારા વેપારીઓને
થતા લાભો વિશે માહિતી આપી હતી. .જીજેસીનાકાયદાકીય
સલાહકાર ભાવિન મહેતાએ જ્વેલર્સ ઉપયોગી કાનુની
માહિતી આપી હતીજી.જસીના ચેરમેન રાજેશ રોકડે વિડીયો માધ્યમ દ્વારા લાભમ્ સેમીનારને શુભકામનાઓ
પાઠવી હતી. જે.જે.સીના સભ્યોએ સ્થાનિક વેપારીઓને
સ્પર્શતા પ્રશ્નોના ઉકેલ અંગે માહિતી આપી હતી.
પ્રમુખ રાજેશ પાટડીયાએ સ્વાગત પ્રવચનમાં સંસ્થાની કામગીરીની માહિતી આપીહતી.આઈપીપી જગદીશ ઝવેરીએ સંસ્થાની સ્થાપનાથી લઈને અત્યારસુધીની
સંસ્થાની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. ચાર્ટર પ્રમુખ હરિભાઈ સોનીએ અહીથી કાંઈક મેળવીને જવા સૌને હાકલ કરી નવા સત્રના
ટુકાગાળામાં વેપારીઓને ઉપયોગી પ્રવૃતિઓને એમણે
બિરદાવી હતી કચ્છ બુલીયન ફેડેરેશનના પ્રમુખ
રાજુભાઈ પાટડીયાની ઉપપ્રમુખ ધર્મેન્દ્રભાઈ
પારેખ, દિલીપભાઈ પાટડીયા, પ્રભુભાઈ પાટડીયા,
પરેશભાઈ પાટડીયા, યજમાન ગાંધીધામ એસોસીએશનના પ્રમુખશ્રી
હોતચંદભાઈ મલકાનીના નેતૃત્વમાં સમગ્ર ટીમ સહયોગી રહી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન
મહામંત્રી અશોકભાઈ ઝવેરી અને પ્રોજેક્ટ ચેરમેન હરીશભાઈ માંડલીયાએ કર્યું હતું અને આભાર
વિધિ ખજાનચી રશ્મિન ઝીઝુવાડીયાએ કરી હોવાનું
સંસ્થાના મંત્રી દિનેશ સોનીએ જણાવ્યું હતું.