અંજાર, તા. 19 : કચ્છ ગુર્જર ક્ષત્રિય કેળવણી
મંડળ સંચાલિત રાયબહાદુર જગમાલભાઇ રાજાભાઇ ચૌહાણ વિદ્યાર્થી બોર્ડિંગ-ભુજની સ્થાપનાના
100 વર્ષ, શેઠ ધનજીભાઇ રતનશીભાઇ રાઠોડ અને શેઠ લીરાભાઇ
રાજાભાઇ રાઠોડ વિદ્યાર્થી ભવન અંજારની સ્થાપનાના 75 વર્ષ અને કેળવણી મંડળના રજિસ્ટ્રેશનના
60 વર્ષના ઉપલક્ષ્યમાં તા. 1,2,3 જૂન-2025ના ત્રિદિવસીય `ઋણાભિધાન' સમારોહનું આયોજન કરવામાં આવશે તેવું કેળવણી
મંડળના પ્રમુખ ડો. મનોજભાઇ પુરુષોત્તમભાઇ સોલંકીના
અધ્યક્ષસ્થાને અંજાર વિદ્યાર્થી ભવન મધ્યે તા. 2-3-2025, રવિવારે મળેલી કારોબારી બેઠકમાં
નક્કી કરવામાં આવેલું. ત્રિ-દિવસીય સમારોહ ઉપરાંત મહાસભાની અર્ધવાર્ષિક બેઠક, મહાસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન, કેળવણી મંડળના સહયોગી દાતાઓનું સન્માન, મોટિવેશનલ વકતવ્ય,
આગામી એકસો વર્ષના શૈક્ષણિક આયોજન, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું
મિલન અને લોકડાયરો જેવા આયોજનો નક્કી કરવામાં આવ્યાં હતાં. આયોજન માટેની વિવિધ સમિતિઓની
રચના તેમજ કાર્યની વહેંચણી તેમજ અંજાર બોર્ડિંગ ખાતે કાર્યરત કે.જી.કે. વોકેશનલ કોલેજમાં
નવા અભ્યાસક્રમો શરૂ કરવા અને વિદ્યાર્થી ભવનના વિશાળ સંકુલમાં અદ્યતન કોલેજ બિલ્ડિંગનું
નિર્માણ કરવા સહિતના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં રાષ્ટ્રીય મહાસભાના પૂર્વ
પ્રમુખ કુંવરજીભાઇ ટાંક, ઉપપ્રમુખ મનોજભાઇ વેગડ, વિનોદભાઇ જેઠવા, લાધુરામભાઇ રાઠોડ, બ્ર.કુ. બાબુભાઇ પરમાર, બલરામભાઇ જેઠવા, કંચનબેન જેઠવા, કચ્છ પ્રાદેશિક પ્રમુખ બાબુભાઇ ચૌહાણ
હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી અનિલભાઇ ચૌહાણ અને વિનોદભાઇ
ખોડિયારે કર્યું હતું. આયોજનને સફળ બનાવવા અંજાર વિદ્યાર્થી ભવનના પ્રમુખ પાર્થભાઇ
ચાવડાનાં માર્ગદર્શનમાં મુકેશભાઇ ટાંક, પ્રદીપભાઇ ટાંક,
મુકેશભાઇ ખોડિયાર, કિશનભાઇ રાઠોડ, જયદીપભાઇ વરૂ, હિંમતલાલ રાઠોડ, પીયૂષભાઇ ટાંક વગેરેએ જહેમત ઉઠાવી હતી.