• બુધવાર, 30 એપ્રિલ, 2025

મુંબઈ વીબીસી મિત્રમંડળે યોજ્યો દ્વિતીય વડીલ મેળાવડો

મુંબઈ, તા. 17 : અહીંના વાગડ બે ચોવીસી ગુર્જર જૈન સ્થાનકવાસી મિત્રમંડળ દ્વારા સમસ્ત વી.બી.સી. સમાજના વડીલો માટે દ્વિતીય વડીલ મેળાવડાનું રાજસ્થાનના નાકોડા ખાતે આયોજન કરાયું હતું, જેમાં 60 વર્ષથી ઉપરના 900 વડીલ જોડાયા હતા. વાગડ બે ચોવીસી ગુર્જર જૈન સ્થાનકવાસી મિત્રમંડળ મુંબઈ દ્વારા તાજેતરમાં ત્રણ દિવસ માટે રાજસ્થાનના સુપ્રસિદ્ધ નાકોડા તીર્થ ખાતે સમસ્ત વી.બી.સી. સમાજના દ્વિતીય વડીલ મેળાવડાનું આયોજન કરાયું હતું. આ મેળાવડામાં મુંબઈ, સુરત, અમદાવાદ, ભુજ, માધાપર, ગાંધીધામ, રાપર, પાટણ વગેરે અલગ-અલગ સ્થળેથી 60 વર્ષથી ઉપરના લગભગ 900 જેટલા વડીલ જોડાયા હતા. ત્રણ દિવસ નાકોડા તીર્થ મુકામે રોકાઈને સૌએ નાકોડા પાર્શ્વનાથની ભક્તિ કરવાનો લહાવો ઉઠાવ્યો હતો અને સાથેસાથે વર્ષો જૂના મિત્રો તેમજ સ્નેહીજનોને મળવાનો આનંદ લીધો હતો. આ મેળાવડાના મુખ્ય દાતા તરીકે મણિબેન માવજી સ્વરૂપચંદ વોરા પરિવાર અને મંજુલાબેન જેઠાલાલ ખેંગાર મોરબિયા પરિવારે લાભ લીધો હતો. તેમજ દોશી શાંતિલાલ ભાણજી પરિવાર, મહેતા તેજમલ ગોડીદાસ પરિવાર, કમલાબેન ખીમજી દોશી પરિવાર, મોરબિયા હંસરાજ પાનાચંદ પરિવાર, મહેતા નેમચંદ ન્યાલચંદ પરિવાર, ગલાલબેન નેમજી ખંડોર પરિવાર, દોશી છગનલાલ રાયશી પરિવાર, પ્રભાબેન શાંતિલાલ પારેખ પરિવાર, મંછાબેન કેશવલાલ સંઘવી પરિવાર, શાંતાબેન નેમચંદ મહેતા પરિવાર, પાંચીબેન ધનજીભાઈ ખંડોર પરિવાર, કોરડિયા ધારશીભાઈ પોપટલાલ પરિવાર, કાનુબેન ત્રિભોવન મહેતા પરિવાર, પ્રભાબેન પ્રાણલાલ વોરા પરિવાર સહયોગી દાતા રહ્યા હતા. ત્રિદિવસીય યાત્રાના પ્રથમ દિવસે સવારે નાકોડાજી તીર્થે સર્વે વડીલો તથા દાતાઓનું સ્વાગત કરાયું હતું. બીજા દિવસે સવારે શોભાયાત્રા સાથે દાતાઓનું સન્માન કરાયું હતું. આ દરમિયાન દાતાઓએ આયોજનને બિરદાવી ભવિષ્યમાં આવાં આયોજનમાં આર્થિક સહયોગની તૈયારી દર્શાવી હતી. ત્રીજા દિવસે સવારે મિત્રમંડળના મંત્રી પીયૂષ ખંડોરે વડીલ મેળાવડાનાં આયોજન વિશે માહિતી આપી હતી. મોટા સમાજના પૂર્વ પ્રમુખો ભોગીલાલ મહેતા, વિનોદભાઈ મહેતા, કાંતિલાલ વોરા તથા વસંતભાઈ ખંડોરે આયોજનની સરાહના કરી હતી. મંડળના સહમંત્રી નયન પારેખે આભારવિધિ કરી હતી. ત્રણ દિવસના વડીલ મેળાવડા દરમિયાન સમૂહ સામાયિક, હાસ્ય, જૈન ધાર્મિક મ્યુઝિકલ હાઉઝી, ભક્તિ સંગીત જેવા કાર્યક્રમો યોજાયા હતા. વડીલ મેળાવડામાં જોડાયેલા દરેક વડીલને મિત્રમંડળ દ્વારા રિટર્ન ગિફ્ટ તરીકે પાંચ ગ્રામ ચાંદીનો સિક્કો ભેટ અપાયો હતો. મંડળના પ્રમુખ રસિકભાઈ વોરાનાં માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ શાંતિલાલ ખંડોલ, ખજાનચી મહેન્દ્ર ભાભેરા તથા કમિટીના તમામ સ્ભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી, તેવું સુરેશ મહેતા-માધાપરે જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd