ગાંધીધામ, તા. 9 : કંડલા કોમ્પ્લેક્ષ મહેશ્વરી
મેઘવાળ સમાજની યોજાયેલી બેઠકમાં નવી કારોબારીની રચના અને ધણીમાતંગ દેવ જન્મ જયંતિની
ઉજવણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં નવી કારોબારીની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં
વિવિધ વિસ્તારના પ્રમુખો, ધર્મગુરૂઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં પ્રમુખ તરીકે બીજી વખત જીવરાજ દેવશી
ભાંભીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
જયારે મહામંત્રી તરીકે પ્રહલાદ ઠોટિયાની નિયુકિત
કરાઈ હતી. આ વેળાએ પ્રકાશ મારજ, કરશન દનીચા, રામલાલ સિરોખા, જેઠાલાલ પાતારીયા, જીતેન્દ્ર વિગોરા, ખીમજી સિંઘવ, કાનજી
સોલંકી, હીરેન
આયડી, ખીમજી દનીચા, નાગશી નોરીયા,
હિરાભાઈ પિંગોલ, પુનમ ચુંણા, કિશોર દાફડા, અશોક
ઘેલા, લક્ષમણ માતંગ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. દરમ્યાન તા. 15 ફેબ્રુઆરીના શનિવારે બપોરે બે વાગ્યે ધણીમાતંગ દેવની જન્મ જયંતિએ ગાંધીધામમાં શોભાયાત્રા
નીકળશે. ઓસ્લો બાબાસાહેબ આંબેડકર પ્રતિમાથી શોભાયાત્રા શરૂ થઈ ગાંધીધામની મુખ્ય બજારમાં પ્રસ્થાન કરશે. જેમાં
ધાર્મિક ઝાંખીઓ, ધર્મગુરૂઓ, માઘ સ્નાન વ્રતધારીઓ, ગવરી બહેનો, કળશધારી બાળાઓ, ભાઈઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે. રાત્રે જ્ઞાનકથન, મહાઆરતી, કેક
કાપી જન્મ જયંતિની ઉમંગે ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ગાંધીધામના મહેશ્વરી સમાજના પ્રથમ અગ્રણીઓ રાજકીય
અગ્રણીઓ, વેપારીઓ, ડીપીએના કામદાર અગ્રણીઓ, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ, હિન્દુ, મુસ્લીમ
સમાજના ભાઈઓને શોભાયાત્રામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે.
તા. 16ના મહાસુદ
ચોથના રવિવારે 10 વાગ્યે અખંડ જયોત બારમતિ
પંથની આરાધના કરાશે. મહાપ્રસાદ, દાંડીયા
રાસ સાથે માઘ સ્નાનની પુર્ણાહુતી કરાશે.