ભુજ,તા. 3 : અહીંના
રાજપૂત સમાજ દ્વારા વસંતપંચમીએ 42મા સમૂહલગ્ન-સમૂહભોજનનું આયોજન
કરાયું હતું, જેમાં ત્રણ નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. પ્રારંભે સમાજના
અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટય કરાયું હતું, આ તકે આર્ષ અધ્યયન
કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ નવદંપતીને સફળ લગ્નજીવનની ગુરુચાવી આપી
ગૃહસ્થાશ્રમના પ્રવેશે ગુરુના આશીર્વાદ જરૂરી હોવાનું જણાવ્યું હતું. ભુજ વિભાગના
ધારાસભ્ય કેશુભાઈ પટેલે નવદંપતીને આશીર્વાદ આપી સમાજના સંગઠનની પ્રશંસા કરી હતી. આ
સમૂહલગ્નમાં ભુજ તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર હતા.
લગ્નવિધિ સમાજના ગોર પરાગ મહારાજ અને અન્ય ભુદેવોએ કરાવી હતી. બપોર બાદ યોજાયેલા
સન્માન સમારંભમાં સમાજને સહયોગી બનેલા દાતાઓને સન્માનિત કરાયા હતા. આ તકે પ્રમુખ
હિરેન રાઠોડે દાતાઓના સહયોગ બદલ આભાર વ્યક્ત કરી સમાજવાડીના અતિથિગૃહમાં વધારાના
રૂમો બનાવવા ટહેલ નાખતાં સ્થળ પર જ ત્રણ રૂમ માટે મુંદરાના સીમાબેન ધર્મેન્દ્ર
જેસર પરિવાર તેમજ એક રૂમ માટે સ્વ. બચુબેન
મોહનભાઈ ભાટી હસ્તે કિશોરભાઈ ભાટી તરફથી દાનની જાહેરાત કરવામાં આવી હતી.
સમૂહલગ્નના સફળ આયોજન બદલ સવાયા ફળિયાના યુવાનો દ્વારા પ્રમુખનું સન્માન કરાયું
હતું. આ સમૂહલગ્નમાં જોડાયેલા નવદંપતીને સમાજ તરફથી ટીવી, વાશિંગ
મશીન અને કન્યાઓને સુહાગની વસ્તુઓ, યુવક મંડળ દ્વારા ચાંદીનો
તુલસી ક્યારો તેમજ મહિલા મંડળ દ્વારા દરેક કન્યાને ચાંદીના સાંકળાં તથા સમાજના
લોકો તરફથી 46 જેટલી ઘરવખરીની વસ્તુઓ ભેટમાં અપાઈ હતી, તો વિવિધ દાતાઓ દ્વારા
સમાજને આર્થિક સહયોગ અપાયો હતો. આ પ્રસંગે નગરપાલિકાના અધ્યક્ષા રશ્મિબેન સોલંકી,
હિતેશભાઈ મકવાણા, રમેશભાઈ સોલંકી, ધર્મેન્દ્ર જેસર, મનીષભાઈ ચૌહાણ, નગરસેવિકા મનીષાબેન સોલંકી, માંડવી સમાજના પ્રમુખ
અરવિંદભાઈ સોલંકી, મુંદરા અગ્રણી જયંતીભાઈ મોડ, સીતાબેન ચૌહાણ, નિર્મળાબેન પરમાર, કિરીટભાઈ ભાટી સહિતનાઓ મંચસ્થ રહ્યા હતા. સમાજના વડીલો વિનોદભાઈ ચૌહાણ,
નંદલાલભાઈ યાદવ, ચમનભાઈ સોલંકી, રસિકભાઈ ડુડિયા, દેવેન્દ્રભાઈ ભટ્ટી, બળદેવભાઈ ડુડિયા સહિતનાએ ડોનેશન કાઉન્ટરમાં તેમજ કન્યાઓ માટેની
ભેટ-સોગાદમાં રમેશ પરમાર, અરુણ રાઠોડ સહિતનાએ સહયોગ આપ્યો
હતો. સમાજના પૂર્વ પ્રમુખ પ્રેમજીભાઈ રાઠોડ, ઉપપ્રમુખો
હર્ષદભાઈ ગોહિલ અને મહેશ પરમાર, સહમંત્રી હરેશ આમર, ખજાનચી ભવાનભાઈ પરમાર, પ્રકાશ સોલંકી, મુકેશ ચૌહાણ, મનોજ મોખા, જયદીપ
ચાવડા, મુકેશ રાઠોડ, ગોપાલ મોખા,
નાનજીભાઈ ધલ, દીપક સોલંકી, કમલ સોલંકી, હિતેશ ડુડિયા, નારાણ
અબડા, મહિલા મંડળના પ્રમુખ શીતલબેન મકવાણા, ઉપપ્રમુખ સોનિયાબેન ગોહિલ, મંત્રી ઊર્મિલાબેન ચૌહાણ, સહમંત્રી જુલિબેન
ચૌહાણ, ખજાનચી જુલિબેન પરમાર, સહખજાનચી
અસ્મિતાબેન ગોહિલ, હિનાબેન આમર, પુષ્પાબેન
ચૌહાણ, ચેતનાબેન રાઠોડ, ભક્તિબેન રાઠોડ,
લતાબેન ચાવડા, કાજલબેન સોલંકી, નિશાબેન પરમાર, હિનાબેન ચાવડા, યુવક મંડળના ઉપપ્રમુખો ભૌમિક સોલંકી અને જય ચૌહાણ, મંત્રી
ચિંતન ગોહિલ, સહમંત્રી જય પરમાર, ખજાનચી
મૌલિક સોલંકી, સહ ખજાનચી વિનેશ ચાવડા, અનિલ
ભાટી, પૂજન રાઠોડ,
સંગઠન મંત્રી દીપેશ રાઠોડ, નાનજીભા ધલ,
કૌશિક ચાવડા, ભરત સોલંકી, મયુર ઝાલા, રિશીરાજ
રાઠોડ, દીપક રાઠોડ, હાર્દિક પરમાર તેમજ
તમામ કારોબારી સભ્યો, સમાજના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
સંચાલન સમાજના મંત્રી અમિત રાઠોડે જ્યારે આભારવિધિ ઉપપ્રમુખ નીનાબેન પરમારે કરી
હતી.