ભુજ, તા. 3 : ભુજ
તાલુકાના નાડાપા ગામ ખાતે રૂા. 40 લાખના ખર્ચે નવીનીકરણ કરાયેલા
સ્મશાનગૃહનું વસંતપંચમીના લોકાર્પણ કરાયું હતું. પિતૃ મોક્ષાર્થે સ્માશાનના
નવીનીકરણ કાર્યોમાં પક્ષીઓ માટે ચબૂતરો,
રૂમ, શેડ, સ્વ. રાધાબેન
ભચાભાઇ ડાંગર મોક્ષ પ્રવેશદ્વાર, સ્મશાન ફરતે કમ્પાઉન્ડ
દીવાલ, બેઠક વ્યવસ્થા કરાઇ હતી. લોકાર્પણ સ્વ. સવાભાઇ
બિજલભાઇ ડાંગર પરિવારના મોભી ભચાભાઇ સવાભાઇ ડાંગર, હરિભાઇ
ભચાભાઇ ડાંગર, રમેશભાઇ ભચાભાઇ ડાંગર દ્વારા કરાયું હતું. આ
લોકાર્પણ પ્રસંગે નાડાપા ગામના માજી સરપંચ ગોકુલભાઇ ડાંગર, રણછોડભાઇ
ડાંગર, વાલજીભાઇ ડાંગર, દતુભાઇ ચાડ,
માવજીભાઇ માતા, હરિભાઇ ડાંગર, ભીમજીભાઇ માતા, કાનજીભાઇ ડાંગર, ધનનજીભાઇ માતા, રામજીભાઇ ચાડ, શામજીભાઇ
ચાડ, હરિભાઇ પટેલ, વાલજીભાઇ ડાંગર,
કાનજીભાઇ ચાડ, હમીરગર ગુંસાઇ, હરિ દાદા, પ્રવીણભાઇ કાગી, અરજણભાઇ
રબારી તથા નાડાપાના ગ્રામજનો, અગ્રણીઓ તથા વડીલો ઉપસ્થિત
રહ્યા હતા. સંચાલન પ્રેમજીભાઇ સુથાર અને આભારવિધિ નરશીભાઇ પટેલ, માવજીભાઇ ડાંગરે કરી હતી.