• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

ખૂટતી કડીઓ પૂર્ણ કરવાની ખાતરી

ભુજ, તા. 10 : અહીં ખારીનદી પરિસર ખાતે ભુજ નગરપાલિકા દ્વારા 15મા નાણાપંચની ગ્રાંટ અંતર્ગત અંદાજિત રૂા. 50 લાખના ખર્ચે ભૂતનાથ સેવા સંસ્થાન દ્વારા સંચાલિત નવનિર્મિત સ્મશાનગૃહનું સાંસદ વિનોદભાઇ ચાવડા તથા ધારાસભ્ય કેશુભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. સાંસદ વિનોદભાઇ ચાવડાએ સ્મશાનગૃહનાં લોકાર્પણ સાથે લાકડાં રાખવાના અલગ રૂમની વ્યવસ્થા રાખવા સૂચન કર્યું હતું. કેન્દ્ર-રાજ્ય સરકાર તથા નગરપાલિકા આવનારા સમયમાં ખૂટતી કડીઓ પૂરી કરશે તેવું ઉમેર્યું હતું. ઉદ્બોધન કરતાં ધારાસભ્ય કેશુભાઇ પટેલે ધારાસભ્યની ગ્રાંટ દ્વારા દરેક વોર્ડ વિસ્તારમાં સમતલ કામ માટે પૂરા પ્રયત્નો માટે ખાતરી આપી હતી. ભુજ શહેરને લગતી પ્રાથમિક સુવિધાઓ માટે નગરપાલિકા સતત અગ્રેસર રહી હોવાનું જણાવ્યું હતું. ભુજ સુધરાઇ પ્રમુખ રશ્મિબેન સોલંકી, કારોબારી ચેરમેન મહીદીપસિંહ જાડેજાએ ભૂતનાથ મહાદેવ મંદિર પરિસર ખાતે વિકાસકામો માટે નગરપાલિકા તથા ભાજપનો આભાર વ્યક્ત કર્યો હતો. આવનારા સમયમાં શહેરને લગતી તમામ સમસ્યાના નિરાકરણ માટે ટીમની કટિબદ્ધતા દર્શાવી હતી. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉ.પ્ર. ડો. મુકેશભાઇ ચંદે, શહેર ભાજપ પ્રમુખ મીતભાઇ ઠક્કર, ઉપપ્રમુખ જયંતભાઇ ઠક્કર, મંત્રી મયૂરસિંહ જાડેજા, નગરપાલિકા ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કર, બાંધકામ શાખા ચેરમેન દિવ્યરાજસિંહ જાડેજા, સેનિટેશન શાખા ચેરમેન અનિલભાઇ છત્રાળા, રોડલાઇટ શાખા ચેરમેન કશ્યપભાઇ ગોર, બાગ-બગીચા સમિતિ ચેરમેન કાસમભાઇ કુંભાર, નગરસેવક મનુભા જાડેજા, ભૂતનાથ સેવા સંસ્થાન મેનેજિંગ ટ્રસ્ટી પરાક્રમસિંહ જાડેજા, સંગઠનના હોદ્દેદારો તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd