ભુજ, તા. 10 : સત્સંગ, સેવા અને સમર્પણની ભાવના સાથે સત્કાર્યોમાં
સક્રિય રહી લોકચાહના મેળવનાર ભુજ મંદિરના વડીલ સ્વામી પ્રભુચરણદાસજીનું આજે અવસાન થતાં
ભક્તજનોમાં શોક ફેલાયો છે. 95 વર્ષના સ્વામી પ્રભુચરણના પાર્થિવ દેહને મંદિરના પટાંગણમાં
ભક્તોના દર્શન માટે રખાયો હતો, ત્યારે સમગ્ર ચોવીસી અને શહેરના સત્સંગીઓએ દર્શન કર્યા
હતા. પાલખીયાત્રા સાથે બપોરના 2-30 વાગ્યે નીકળી ત્યારે સંતોના સમૂહ સાથે હજારોની સંખ્યામાં
લોકો જોડાયા હતા અને એમને અંજલિ આપી હતી. સ્વામી પ્રભુચરણદાસજીનાં નિધનથી સ્વામિનારાયણ
સંપ્રદાયે સ્મરણીય સંત ગુમાવ્યાથી લાગણી ભક્તોએ વ્યક્ત કરી હતી. તેમના પાર્થિવ દેહને
ભુજ મંદિરના મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ.ગુ. સ્વામી ભગવજીવનદાસજી પાર્ષદવર્ય
જાદવજી-શિષ્ય સ્વામી નંદકિશોરદાસજી, મંડલધારી સ્વામી દેવપ્રકાશદાસજી, પુરાણી સ્વામી
અક્ષરવલ્લભદાસજી, પુરાણી સ્વામી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી નારણવલ્લભદાસજી, સ્વામી ધર્મચરણદાસજી,
કોઠારી સ્વામી નારણમુનિદાસજી, કોઠારી શાંતિસ્વરૂપદાસજી સંતો, ભુજ મંદિરના મુખ્ય કોઠારી
મૂળજીભાઇ શિયાણી, ઉપકોઠારી જાદવજીભાઇ ગોરસિયા, ટ્રસ્ટીઓ, સલાહકાર સમિતિના રામજીભાઇ
વેકરિયાએ દુ:ખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમની ગુણાનુવાદ સભા તા.
12-1-25ના રવિવારે ભુજ સ્વામિનારાયણ મંદિરના સભામંડપમાં સવારે 8 વાગ્યે રાખવામાં આવી
છે. આ ગુણાનુવાદ સભામાં મોટી સંખ્યામાં સર્વે સત્સંગીઓને ઉપસ્થિત રહેશે, તેવું ભુજ
મંદિરના કાર્યવાહક વહીવટી સંત દેવપ્રકાશદાસજીએ
જણાવ્યું હતું.