ભુજ, તા. 8 : દક્ષિણામૂર્તિ
ટ્રસ્ટ, આર્ષ અધ્યયન કેન્દ્ર અને સનાતન હિન્દુ સમાજ દ્વારા ગીતા જયંતી મહોત્સવનો ગીતા
ગ્રંથયાત્રા સાથે પ્રારંભ થયો હતો. રામધૂન મંદિરથી ટાઉનહોલ સુધી પવિત્ર ગીતા ગ્રંથના
પુસ્તકને માથાં પર લઈ રથ સાથે સાધુ, સંતો, ભક્તો ટાઉનહોલ ખાતે પહોંચ્યા હતા. પ્રથમ
ગીતાજી પુસ્તકની આરતી ઉતારી હતી. દીપ પ્રાગટય અને પ્રાર્થનાગીતથી ટાઉનહોલ ખાતે મંગલ
ઉદ્બોધનની શરૂઆત થઈ હતી. આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ મંગલ
પ્રારંભમાં કહ્યું હતું કે, જે લોકો કહે છે `િજંદગીમાં તમે ભેગા નહીં થઈ શકો તેવા આરોપ
માટે આ એક પડકાર છે અને પ્રથમ વખત આવું આયોજન થયું છે. 40 સમાજના પ્રમુખો, પ્રતિનિધિઓ
કાર્યક્રમમાં સામેલ થયા છે. એટલું જ નહીં ગીતા અભ્યાસ માટે આર્ષ અધ્યયન કેન્દ્રએ હવે
જવાબદારી સ્વીકારી છે, સાથે 1પ0 કરોડ વૃક્ષ વાવવાના સદ્ભાવના સંસ્થાના સંકલ્પ સાથે 4000 વૃક્ષ વાવીને જવાબદારી પૂરી કરીએ. કાર્યક્રમમાં
ઉપસ્થિત સંતો સુબોધમુનિજી, લાલગિરિજી બાપુ (રુદ્રાણી જાગીર), કિશોરદાસજી (કબીર મંદિર-ભુજ),
સીતારામ દાસજી (ગણેશનગર), કિશોરદાસજી (વરલી), ધરમશી માતંગ (મહેશ્વરી સમાજના ધર્મગુરુ)
સહિત સંતોનું સન્માન કરાયું હતું. ટ્રસ્ટીઓ કિરણ ગણાત્રા, ગુલાબભાઈ ગજ્જર, ડો. તિલકભાઈ
વિગેરેએ વક્તાનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે શ્રીમદ્ ભગવદ્ ગીતા અને સનાતન ધર્મ
વિષય પર બોલતાં વક્તા ડો. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ કહ્યું હતું કે, 12મી સદી
સુધી ફક્ત હિન્દુ જ હતા. પછી અન્ય ધર્મો આવ્યા છતાં બધા ધર્મની સંસ્કૃતિ એક જ છે. બધા
ધર્મમાં માતા,?પિતા, ગુરુનો આદર છે. આર્ય શબ્દ જાતિવાદ નથી. ગુણવાદક છે. યુધિષ્ઠિરએ
મહાભારતમાં કહ્યું હું આર્ય છું, પરંતુ સોશિયલ મીડિયામાં ખોટો પ્રચાર થાય છે. બધી વ્યક્તિ
એડિટર અને પત્રકાર બની ગઈ છે. દ્રૌણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો માગ્યો, આ બાબત ખરેખર મહાભારતમાં
સમજી શકયા નથી. તેઓ તેને અલગ રીતે કહે છે. સર્વનો એક જ આત્મા છે. એ જ મોટી સમરસતા છે.
કોઈ જાતિભેદ ન હોવો જોઈએ. શાત્રમાં પણ નથી. સર્વ?સમાવ એક જ રાષ્ટ્રના અંગ એ ગીતા આપણને
ધર્મ સમજાવે છે. ધર્મ એટલે ફક્ત આસ્થાવાચક શબ્દ નથી. ગીતા ધર્મ સમજાવે છે. કર્તવ્ય
અને ફરજ એ આપણો ધર્મ છે. અયોધ્યામાં રામજી સ્થાપિત થયા તેમ દરેક ભારતીયના હૃદયમાં રામજીનું સ્થાપન થાય તે જરૂરી છે. ભારત કીડિયારો
પૂરનારો દેશ છે. અહીં બીજાનો વિચાર પહેલાં કરવો તે ધર્મ છે. નિયાણીને બોલાવી સન્માન
કરવાની કચ્છની પરંપરા ખરેખર સલામને લાયક છે તેવું જણાવ્યું હતું. તા.
9/12થી 12/12ના સાંજે 4થી 6 વાગ્યા સુધી ડો. મહાદેવપ્રસાદ મહેતાના વ્યાસાસને હનુમંત
ચરિત્ર અને સાંજે 6.15થી 7.00 સુધી સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીના મુખે ગીતાજ્ઞાન યજ્ઞનું
આયોજન કરાયું છે. તા. 10/12ના 9થી 11 સંગીતમય સુંદરકાંડ અને તા. 11/12ના 18?અધ્યાયની
પારાયણ કરાશે. નવીનભાઈ આઈયા, વિનોદભાઈ સોલંકી, મનોજભાઈ સોલંકી વિગેરે ઉપસ્થિત રહ્યા
હતા. સંચાલન સ્નેહલ વૈદ્ય અને નિધિબેન રાસ્તે કર્યું હતું.