• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ખાવડાના યુવકે ડિગ્રી મેળવતાં સુવર્ણ ચંદ્રક

ખાવડા, તા. 29 : સરહદી ખાવડા ગામના અને ભુજમાં ફરસાણની રેંકડી કાઢતા ધંધાર્થીના પુત્રે માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં મારવાડી યુનિવિર્સિટી રાજકોટમાંથી પ્રથમ સ્થાન મેળવીને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. પ્રતાપભાઇ લાલજી દાવડા જે પોતે ભુજમાં વાણીયાવાડમાં ભજીયાની રેંકડી ચલાવે છે તેમને પુત્ર મિત દાવડાએ ભણીને મોટી ડિગ્રી મેળવતા ખાવડા લોહાણા મહાજને ગૌરવ અનુભવ્યું હતું. મહેનત કરીને ગુજરાન ચલાવતા મિતના પિતાએ ઉચ્ચ અભ્યાસ માટે રાજકોટ મોકલતા તેને તક મળી ને ખાનગી કંપનીમાં જોડાઇ ગોલ્ડ મેડલ મળતાં ખાવડા લોહાણા મહાજનના પ્રમુખ હીરાલાલ રાજદે, ઉપપ્રમુખ ખીમજીભાઇ કોટક, વિપુલ તન્ના, શાંતિલાલ દાવડા, રામલાલ કક્કડ, પૂર્વ સરપંચ પ્રાણલાલ ઠક્કર, ચમનલાલ કેસરિયા, ડો. પરેશ ઠક્કરે અભિનંદન આપ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang