• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

રેલવે સ્ટેશન બહાર ગટરનાં પાણીની સમસ્યા ઉકેલવા માંગ

ભુજ, તા. 29 : શહેરના વોર્ડ નંબર બે અને ત્રણને જોડતા દાદુપીર રોડ, શેખ ફળિયા, બાપા દયાળુ નગર, વઢિયારાવાસ, કોળીવાસ અને રેલવે સ્ટેશનની બહાર ભરાયેલાં ગટરનાં પાણીથી ત્રસ્ત રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તથા અન્ય સંગઠનો દ્વારા વિરોધના નવતર પ્રયોગ સાથે બેનરો હાથમાં લઇ સમસ્યાના નિરાકરણ માટે માંગ કરી હતી. સમસ્યાના એપી સેન્ટર તરીકે જાણીતા થયેલા આ માર્ગ પરથી પસાર થતા લોકોમાં શહેર માટે ખરાબ છાપ ઊભી થાય છે. પ્રવાસીઓ, રહેવાસીઓ અને અવરજવર કરતા દરેકને સતાવતો પ્રશ્ન છે. ગટરનાં પાણી ઘણી વખત ઘરોમાં પણ ઘૂસી જાય છે. શું નગરપાલિકાના અધિકારીઓ-સભ્યો કેમ મૌન ધારણ કરી બેઠા છે ? ભુજ નગરપાલિકાની નિષ્ફળતાનું પ્રતીક દેશલસર તળાવ સહિત સમસ્યાના બેનરો બતાવી વિરોધ કરાયો હતો. જિલ્લા પ્રમુખ હિતેષ મહેશ્વરી, મહંમદ લાખા, સોયબ મેમણ, રફીક બાવા, સુલેમાનભાઇ રાહા, રવિ કટુઆ, રફીક કુંભાર, મહંમદ ખલીફા, સિકંદર સમેજા, સલીમ મમણ, ગુલામશા શેખ, યાકુબ મેમણ વિગેરે વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang