• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

કચ્છની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક, ઓરડાની ઘટ નિવારવા પર ભાર

ભુજ,તા. 29 : જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની બેઠક સમિતિના ચેરમેનના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. ચેરમેન વિરમભાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં મુખ્યત્વે  શિક્ષકઘટ તથા શાળામાં ઓરડાની ઘટ બાબતે આયોજન ઘડી કાઢવા પર ભાર મુકાયો હતો. આ અંગે વિગતો આપતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે શિક્ષણની સતત ચિંતા સેવતા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ તથા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ સહિતના પદાધિકારીઓની હકારાત્મક રજૂઆતોથી કચ્છને આગામી નવી ભરતીમાં 1626 શિક્ષક મળવાના છે તથા હજુ વધુ ઉમેદવારો  મળે તેવા સૌ સાથે પ્રયત્નો કરવા બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો.  ચેરમેન શ્રી ગઢવી ખાસ કરીને કચ્છના વિદ્યાર્થીઓના હિતની સૌ ચિંતા સેવે અને ખૂટતી કડીઓ અમારા પદાધિકારીના ધ્યાને મૂકવા જણાવ્યું હતું. શિક્ષણ સમિતિના સદસ્ય અને પૂર્વ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કેશવજીભાઈ રોશિયાએ વિદ્યાર્થીઓના ઈ-કેવાયસી તથા ગત બેઠકમાં  થયેલી ચર્ચા મુજબ  શિક્ષણના પ્રશ્નોનું ફોલોઅપ લેવા ભાર મૂક્યો હતો, જિલ્લા પંચાયત સદસ્ય અને આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન મ્યાજરભાઈ છાંગાએ શિક્ષણ શાખાની સ્ટાફઘટ તથા અન્ય પ્રશ્નો માટે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવા તૈયારી દર્શાવી  શિક્ષણને અગ્રતા આપવા રજૂઆત કરી હતી.  એજન્ડા પ્રમાણે તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બી.આર.સી.કો. તથા સમગ્ર શિક્ષાના સ્ટાફે  કરેલી કામગીરીની  વિગતો રજૂ કરી  હતી. આ પ્રસંગે કચેરીનો સમગ્ર સ્ટાફ  હાજર રહી જરૂરી સહયોગ આપ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang