• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

કિંમતી જમીન દબાવો, મહેસૂલ તંત્ર મામૂલી દંડ કરશે !

ભુજ, તા. 29 : કચ્છની ભૂમિએ ધરતીકંપ પછી સિનારિયો બદલાવ્યો છે ત્યારે ખેતીમાંથી બિનખેતી કરાવવાના કિસ્સા હોય કે સરકારી જમીન પર દબાણ કરીને સામાન્ય દંડ ભરી નાખવાની સાઠગાંઠ થકી સરકારી તિજોરીને નુકસાન કેવી રીતે કરવામાં આવે છે તેના કિસ્સા બહાર આવી રહ્યા છે. ભુજ તાલુકાના ભારાપર ગામના બનાવે મહેસૂલ તંત્રની નીતિ સામે અનેક સવાલ ઊભા કર્યા છે. ગામડાંમાં સરપંચ હોય કે શહેરમાં નગરસેવક, એક વખત ચૂંટાયા પછી પોતે ચૂંટાયેલા પ્રતિનિધિ હોવાના નાતે ગમે તેવાં ખોટાં કામો કરે, જાણે છૂટ?મળી ગઇ?હોય તેમ ભુજ તાલુકાના ભારાપરના સરપંચ પતિએ પોતાને મળેલા હોદ્દાનો દુરુપયોગ કરી સરકારી જમીન પર ગેરકાયદે ભંગારનો વાડો બનાવી ખુલ્લેઆમ દબાણ કર્યું હતું. જાગૃત નાગરિક તરફથી ભુજના ગ્રામ્ય મામલતદાર સમક્ષ?તમામ આધાર-પુરાવા સાથે જમીન દબાણની ફરિયાદ કરવામાં આવી હતી. મહેસૂલ તંત્ર તરફથી પંચનામા બાદ લાંબી કવાયતના અંતે કબૂલ્યું કે સરકારી જમીન પર દબાણ થયેલું છે. અહીંના સર્કલ ઓફિસના હેવાલને પગલે ભુજ ગ્રામ્ય મામલતદાર બી. એન. શાહ  ભલે હવે બદલી ગયા છે, તેમણે કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. ફરિયાદીની ફરિયાદ બદલ મામલતદારની કોર્ટમાં આ કેસ ચાલ્યો ને સરકારી જમીન દબાણ કરનારા સામે કડક કાર્યવાહી થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. ખુદ તંત્રે ભારાપરના સર્વે નંબર 30-31 સરકારી જમીન છે જેના પર આ ગેરકાયદે કબજો છે એ સાબિત કર્યું હતું. પરંતુ મામલતદાર તરફથી આખરે લાંબી કાર્યવાહીના અંતે હુકમ કર્યો છે તે પણ રસપ્રદ છે. મામલતદારે હુકમમાં ભારાપરના લતીફ?હુસેન કુંભારે દર્શાવાયેલી સર્વે નંબરવાળી જગ્યાએ દબાણ કર્યું હોવાનું સાબિત થયું છે. દબાણકર્તા પોતે ગ્રામ પંચાયતના સભ્ય છે. એક વખત જમીન દબાણ ખાલી કરાવાયા પછી પણ પેશકદમી કરી હોવાથી ગેરકાયદે વીજ જોડાણ મેળવ્યું હતું. વર્ષોથી આ જમીન દબાવાઇ?હોવા છતાં મામલતદાર દ્વારા પ્રવર્તમાન જંત્રીના માત્ર?એક ટકા હિસાબે દંડ વસૂલવાનો હુકમ કરવામાં આવ્યો હતો. મહેસૂલ વિભાગ દ્વારા સરકારી તિજોરીને કચ્છમાં કેવી રીતે નુકસાન પહોંચાડવામાં આવે છે તેનું આ દ્રષ્ટાંત છે. તપાસ થાય તો અનેક કિસ્સા બહાર આવી શકે છે કેમ કે એક વર્ષનું દબાણ ગણી માત્ર ?રૂા. 3680 દંડ વસૂલી સરકારી જમીન હસ્તક લેવા હુકમમાં જણાવાયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang