ફિનલેન્ડ, તા. 6 : બધી ભાષામાંથી કમાઇ જાણે એ સાચો ગુજરાતી છે.
ગુજરાતી માણસ વિશ્વના ગમે તે ખૂણે વસે છે, પણ પોતાની માતૃભાષાનું માન સતત જાળવે છે.
ફિનલેન્ડ ખાતે દિવાળી-નવા વર્ષ નિમિત્તે ગુજરાતી સમાજ આયોજિત સ્નેહમિલનમાં સૌરાષ્ટ્ર
ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયા અને જાણીતા લેખક જયભાઇ વસાવડાએ રસપ્રદ-રોચક
સંવાદ કર્યો હતો તેને ઉપસ્થિત લોકોએ મન ભરીને માણ્યો હતો. હાર્દિકભાઇએ જ્યારે જયભાઇને પૂછ્યું કે તમને કઇ ભાષા ગમે ? ગુજરાતી,
અંગ્રેજી, સ્પેનિશ કે સ્વિડિશ ? જયભાઇ વસાવડાએ સ્પષ્ટ જવાબ આપ્યો કે જ્યારે માદરે વતન
હોઉં ત્યારે ગુજરાતી ગમે. કારણ કે રહેવા-જમવાનું બધું માતૃભાષામાં જ કરવાનું હોય છે, પણ જ્યારે કમાવવાની વાત આવે ત્યારે આ બધી ભાષામાંથી કમાઇ લેવું દરેક ગુજરાતીની હથરોટી
હોય છે. બાળકોને અપાતાં શિક્ષણ બાબતે હાર્દિકભાઇએ પૂછેલા સવાલના જવાબમાં જયભાઇએ એમ
કહ્યું કે, બાળકને શાળાએ મૂકી દેવાથી માતા-પિતાનું કામ પૂરું થતું નથી. ભાષાના જ્ઞાન
બાબતે માતા-પિતાએ ખાસ કાળજી લેવી જોઇએ. - જન્મભૂમિ - કચ્છમિત્ર પ્રવાસી સમુદાયની
પડખે
: વિશ્વભરમાં
વસતા પ્રવાસી સમુદાયના કચ્છી - ગુજરાતી સભ્યો વતનવાપસી કરે તો માતૃભૂમિના ખોળે સ્થાયી
થવા માટેની વિવિધ, વિપુલ, વિશાળ તકો રહેલી છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ, જન્મભૂમિ જૂથ, કચ્છમિત્ર
પ્રવાસી સમુદાયને પાછા ફરવા માટે પીઠબળ પૂરું પાડવા સદાય તત્પર છે. - હાર્દિક મામણિયા
- કચ્છી,
ગુજરાતી ધારે તો શું ન કરી શકે!.. : દેશ જ નહીં, દુનિયાભરમાં ખૂણે ખૂણે
ફરી વળેલા વિશ્વના વિવિધ દેશોમાં વસી, સ્થાયી થઈને કચ્છીયતને દીપાવનારી તેમજ ગરવી ગુજરાતની
સંસ્કૃતિનું ગૌરવ વધારનારી પ્રતિભાઓ ધારે તો શું ન કરી શકે. - સંજય એંકરવાલા - ભાષા કાનથી
જલ્દી શીખાય, આંખથી નહીં : વાંચવા કરતાં વધુ સાંભળીને શીખવી સરળ બની રહેતી હોય છે પછી એ
કોઈ પણ ભાષા હોય... માતૃભાષા હોય કે કોઈ બીજી ભાષા હોય. કઇ ભાષા વધુ ગમે, તેવો સવાલ
કરાય તો કહીશ કે, ગુજરાતી જ ગમે... જમવું... ગરબા રમવું ગુજરાતીનું જ ને... બલ્કી,
કોઇ પણ ભાષામાં કમાઇ જાણે તે સાચો ગુજરાતી. - જય વસાવડા