• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

સરસ્વતીની આરાધના-ઉપાસના ચારણોનાં અભિન્ન અંગ

મોટાભાડિયા (તા. માંડવી), તા. 6 : આ ગામે સ્વ. વાલજીભાઈ પુણશીભાઈ બાનાયત પરિવાર દ્વારા ચાલી રહેલી ભાગવત કથામાં લાભપાંચમના દિવસે અખિલ કચ્છ ચારણ સભાનું સ્નેહમિલન યોજાયું હતું. સમાજના પ્રમુખ દેવરાજભાઈ ગઢવીએ જણાવ્યું કે અરસપરસના સાથ અને સહકારથી સામાજિક ક્ષેત્રે વિકાસની નવી કેડી કંડારી શકાય છે. સમાજના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે ખૂટતી તમામ કડીઓ પૂરી કરવાની હૈયાધારણા આપી  હતી. પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ સોનલ માએ ચિંધેલા રાહ પર સમાજ ચાલી રહ્યો છે, ત્યારે સામાજિક વિકાસનું પ્રતાબિંબ પ્રવર્તમાન સમયે જોઈ શકાય છેનું કહી સરસ્વતીની આરાધના અને ઉપાસના એ ચારણોના અભિન્ન અંગ છે. તેમણે સંગઠન પર ભાર મૂકી ચારણ પોતાનો ચારણત્વનો ચીલો ન છોડે તે માટે અપીલ કરી હતી. વરિષ્ઠ ધારાસભ્ય દેવરાજ વાલજીભાઈ ગઢવીએ સમાજને પોતાના જીવનના અઢી દાયકાથી વધારે સમય લક્ષ્મણ રાગ ચારણ બોર્ડિંગને આપી સામાજિક સેવાનું શિર છત્ર જેણે ઊભું કર્યું છે એવા અખિલ કચ્છ ચારણસભાના મંત્રી ભીમસી કાકુભાઈ બારોટ (ભીમશીબાપા)ની નજીકના ભવિષ્યમાં સમાજ દ્વારા રજત તુલા કરવામાં આવશે અને તેના માટે દાનની અપીલ કરતાં ગણતરીની મિનિટોમાં જ રૂપિયા 1 કરોડ જેટલું માતબર ફંડ એકત્ર થયું હતું. આ ફંડ સમાજના કન્યા અને કુમારના શૈક્ષણિક વિકાસ અર્થે  વાપરવાની જાહેરાત કરાઇ હતી. આ ઝરપરાના નિવૃત શિક્ષક આશાનંદભાઈ ગઢવીને અખિલ કચ્છ ચારણ સભા દ્વારા વિશેષ રીતે નવાજેશ કરાઈ હતી. રૂપિયા 25 લાખના ખર્ચે માંડવીમાં આવેલી સમાજની લીલીવાડી સમી લક્ષ્મણ રાગ ચારણ બોર્ડિંગને રીનોવિનેશન કરી આપનારા ભીમસીબાપા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પુનસી ગઢવી, રાઘવ ગઢવી, હરિ ભારા મૌવર, રાણસી રણમલ, રામ દેવરાજ બાનાયત, દયાલ રામૈયાભાઇ ગઢવી, ગોપાલ ગઢવી, રાણસી ગઢવી, ખુશાલ ગઢવી, જીવરાજ ગઢવી, દેવરાજ ગઢવી, હરી ગઢવી સહીતના જોડાયા હતા. ભુજની જખુભાઈ ધાનાભાઈ ભુવા ચારણ બોર્ડિંગમાં અઢી લાખની લાગતથી વાંચનાલયની સવલત ઊભી કરી દેનારા સોનલ મા યુવા શૈક્ષણિક ગ્રુપના રામ ભીમસી ગઢવી, હરિ મુરુ ગઢવી, રાણસી શાખરા, ડાયાભાઈ ગઢવી વગેરેને સમાજે સન્માનિત કર્યા હતા. સ્નેહમિલનના કાર્યક્રમનું સંચાલન વાલજીભાઈ ટાપરિયા અને આભારવિધિ વિરમભાઈ ગઢવીએ કરી હતી. ચારણ સમાજના અધ્યક્ષ દેવરાજભાઈ ગઢવીએ કશ્યપ શાસ્ત્રીની ભાવવંદના કરી હતી. વ્યાસાસને  શીખ આપતા શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે ભાગવત એ ભગવાન શ્રીકૃષ્ણનું વાગમય સ્વરૂપ છે. આપણામાં રહેલા જ્ઞાન અને વૈરાગ્યને પ્રબળ   બનાવવામાં ભાગવત શાસ્ત્ર મહત્વનું પ્રદાન આપે છે. ખીમશ્રીમા, ધનામા, કમળામા, જેતબાઈમા,  સવિતાદીદી, કલ્યાણદાસજી મહારાજ, અર્જુનનાથજી મહારાજ વગેરે સંતો અને માતાજીઓએ આશીર્વાદ પાઠવ્યા હતા. આયોજક પરિવારના વાલજીભાઈ કરસન બાનાયત, મેઘરાજ પાલુભાઈ અરજણ દેવદાસ દ્વારા ભાવ વંદના કરાઈ હતી. કિર્તીભાઈ ગોર, ચિરાગભાઈ દરજી,  વાલજીભાઈ સંગાર,  વિરેન્દ્રભાઈ કાનાણી એડવોકેટ વિશ્રામભાઇ, મહેન્દ્રભાઈ ગઢવી, રાણસીભાઈ ગઢવી, પ્રભુભાઈ રામભાઈ ગેલવા, ડોસાભાઇ સવાભાઈ બાતીયા, થારુભાઈ કરસનભાઈ ભલા, હરિભાઈ સામરા, રાજદેભાઈ પાસ્તા, હરિભાઈ જખુભાઈ, વિશ્રામભાઇ મોમાયાભાઈ, દેવાંગભાઈ ગઢવી, જસરાજભાઈ ગઢવી, દેવદત્તભાઈ ગઢવી, દેવરાજભાઈ ગઢવી, મોરાદાનભાઈ ઝુલા, વિશ્રામભાઈ ગઢવી,  પાલુભાઈ, રામભાઈ, ભોજરાજભાઇ ગઢવી, જીવરાજભાઈ ગઢવી, દમયંતીબેન ગઢવી, વિજયાબેન ગઢવી, ડો. બળવંતદાન ગઢવી, વાલજીભાઈ લાખાણી, મેઘરાજભાઈ ગાગીયા, કરસન કેશવ, હરિભાઈ દેવસુર વિગેરે આગેવાનો હાજર રહ્યા હતા. કથાના કાર્યક્રમનું સંચાલન શ્યામશાસ્ત્રી અને આશારીયા વિશ્રામ ગઢવીએ કર્યું હતું. લોકગાયક વિશાલભાઈ ગઢવી અને સાહિત્યકાર શ્યામભાઈ ગઢવીએ સમાજના શૈક્ષણિક હેતુ યોજાતા કાર્યક્રમો નિ:શુલ્ક કરી આપવાની જાહેરાત કરી હતી. કથામાં આવતીકાલે બપોર બાદ રૂક્ષ્મણી વિવાહ અને રાત્રે ગૌસેવાના લાભાર્થે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના ડાયરાનું આયોજન કરાયું છે. ભજનીક જયદેવ ગોસાઈ સંતવાણી પીરસસે.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang