ગાંધીધામ, તા. 30 : વાગડ પંથકમાં સરહદ ઉપર રખોપું કરતા દેશના
જવાનો સાથે પૂર્વ કચ્છ પોલીસે દિવાળીની ઉજવણી કરી હતી. સીમા સુરક્ષા દળના જવાનોને મીઠાઇ
અર્પણ કરી તેમનું મોં મીઠું કરાવ્યું હતું. પૂર્વ કચ્છ પોલીસના વડા સાગર બાગમારે બાલાસર
પોલીસ મથકે વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ બાદ બેલા સરહદ ખાતે તેમની ટીમ પહોંચી
હતી, જ્યાં સરહદના સંત્રીઓને મીઠાઇ વિતરણ કરવામાં આવી હતી અને તેમનું મોં મીઠું કરાવવામાં
આવ્યું હતું. બેલા કેમ્પ ખાતે બી.એસ.એફ.ના જવાનો અને પોલીસે સાથે બેસીને હમ સબ એક હૈનો
સંદેશો આપ્યો હતો. સીમા સુરક્ષા દળના જવાનોએ
પણ પોલીસ અધિકારીઓનું મોં મીઠું કરાવ્યું હતું. આ વેળાએ ભચાઉ ડીવાય.એસ.પી. સાગર
સાંબડા, બાલાસર ફોજદાર એસ.વી. ચૌધરી, ખડીર પી.એસ.આઇ.?ડી.જી. પટેલ, સાયબર પી.એસ.આઇ.
જે.આર. અમૃતિયા, બી.એસ.એફ.ના ઇન્સ્પેક્ટર રામલાલ પંત સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત
રહ્યા હતા.