• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ગાંધીધામમાં બાળકોએ સાઇક્લોથોન યોજી શાંતિનો સંદેશ વહેતો કર્યો

ગાંધીધામ, તા. 1 : અહીંના આદિપુર ખાતે આવેલી આત્મીય વિદ્યાપીઠ અને આત્મીય કિડ્સના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી જયંતીના ઉપલક્ષમાં સાઇક્લોથોન યોજી દેશમાં શાંતિ અને આત્મીયતાનો નાતો જળવાઈ રહે તેવો સંદેશ વહેતો કર્યો હતો. આત્મીય વિદ્યાપીઠના કક્ષા 1 અને 2 તથા આત્મીય કિડ્સના વિદ્યાર્થીઓએ પ્રભુદર્શન હોલથી ગાંધી સમાધિ સુધી સાઇકલ રેલી કાઢી હતી. શાળાના મેનાજિંગ ટ્રસ્ટી હેમંત કાછડિયા, માયા ચાવડા, અંગિરા કાછડિયા, ડો. પૂર્વી ચાવડા તથા શાળાના પ્રધાનાચાર્યા શ્રીવિદ્યા બાયજુએ લીલીઝંડી બતાવી રેલીનો પ્રારંભ કર્યો હતો, જેમાં વાલીઓ તથા ટ્રાફિક પોલીસનો પણ સહયોગ સાંપડ્યો હતો. ગાંધી સમાધિ મધ્યે શાળાના ટ્રસ્ટીઓ દ્વારા ગાંધીજીની સમાધિ પર ફૂલ અર્પણ કરી દેશ માટે તેમનાં યોગદાનને યાદ કરાયું હતું. વિદ્યાર્થીઓએ દેશભક્તિનાં ગીતો અને ગાંધીજી અને શહીદે આઝમ ભગતાસિંહજીની જન્મ જયંતી અંતર્ગત વેશભૂષા સાથે સુંદર રજૂઆત કરાઈ હતી. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા શાળાના મહિલા પ્રાધ્યપક વૈશાલી રાઠોડ અને જાગૃતિ આચાર્ય દ્વારા કરાઇ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang