ગાંધીધામ, તા.
1 : ક્રાંતિવિર શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીની એકઝીકયુટીવ કાઉન્સલીમાં ગુજરાત
ચેમ્બરના પ્રતિનિધિ તરીકે ગાંધીધામના ઉદ્યોગકારની વરણી કરવામાં આવી છે. તાજેતરમાં કચ્છ
યુનિવર્સિટી દ્વારા આ અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. આગામી
25.9.2023થી 24.03.2027 સુધી એકઝીકયેટીવ કાઉન્સીલની નિયુક્રિત કુલપતિ દ્વારા કરવામાં
આવી છે. આ કાઉન્સીમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. ગુજરાત
ચેમ્બર દ્વારા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને ઉદ્યોગકાર મહેશ પુજનું નામ મોકલવામાં આવ્યું હતું.
અને તેમની નિમણુંક કરવામાં આવી હતી. શ્રી પુજે આ વરણી માટે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા,
જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને ગુજરાત ચેમ્બરના પુવ પ્રમુખ અજય ભાઈ પટેલ પ્રત્યે
આભારની લાગણી વ્યકત કરી હતી..તેમણે કહ્યું હતું કે આ કાર્યકાળ દરમ્યાન યુનિવર્સિટી
અને તેની સંલગ્ન કોલેજોમાં તકનીકી શિક્ષણના અભ્યાસક્રમો ચાલુ કરવાની દિશામાં નક્કર
કાર્યવાહી કરાશે જેથી કચ્છના વિદ્યાર્થીનું કૌશલ્ય વિકસે અને અભ્યાસ પુર્ણ થવાની સાથે
જ રોજગાર મળી રહે. આ વરણી બદલ તેમને શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતાં.