• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

કબરાઉ-પાંકડસરના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઊમટયા

ભચાઉ, તા. 1 : તાલુકાના કબરાઉ - પાંકડસર ખાતે બેદિવસીય શ્રાદ્ધિય મેળો ભરાયો હતો. આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડયા હતા. આ વેળાએ પૂર્વ રાત્રિએ સંતવાણી, સંતોના સન્માન કરાયા બાદ મેળો ખુલ્લો મુકાયો હતો. મહંત કૃષ્ણાનંદ બાપુએ સંતો - મહેમાનોનું સ્વાગત કર્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદના હસ્તે મેળો ખુલ્લો મુકાયો હતો. આ વેળાએ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકાસિંહ જાડેજા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ઘેલાભાઈ આહીર, ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપાસિંહ જાડેજા વિગેરે હાજર રહ્યા હતા. ગુરુ પરંપરા અને ઉદાસીન સંપ્રદાયની અનેક રસપ્રદ બાબતો સાથે છેલ્લા 400 કરતાં પણ વધુ વર્ષથી દસમ અને અગિયારસના મેળામાં શ્રાદ્ધ કર્મ વિધિ કરાય છે. દસમના દિવસે સવારે 12 વાગ્યે મહંત કૃષ્ણાનંદજી પાંકડસર તળાવમાં જળચર જીવોને ખીજડો, ખીરું અર્પણ કરી ભભૂત લગાડી ધૂણા ઉપર બેસતા હોય છે. અનોખી પરંપરા સાથે સેવકો ચોખા, દાળ, અનાજ અર્પણ કરે છે, જે વર્ષ દરમ્યાન તળાવના જળચર જીવોને આપવામાં આવે છે. બાકીનું અનાજ જરૂરિયાતમંદોને આપવામાં આવે છે. સંતો મહામંડલેશ્વર રાજેન્દ્રદાસજી, ધર્મજય ગિરિબાપુ, એકલધામ યોગી દેવનાથ બાપુ, રુદ્રાણી જાગીર મહંત, વાલગિરિ બાપુ, મહંત દેવગિરિબાપુ, મહંત રામ કરણદાસજી, આત્માનંદજી મહંત સહિતના સંતો - મહંતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રામેશ્વર નંદજી બાપુ, મા વિજય મુનિ, વિવેકશ્રી માતાજીએ આયોજન-વ્યવસ્થા સંભાળ્યા હતા. કબરાઉ, પાંકડસર, કૃષ્ણનગર ગોચર સમિતિના સભ્યો, કબરાઉ સરપંચ આયોજન-વ્યવસ્થામાં સહયોગી બન્યા હતા. મહાઆરતી, સંતવાણી સહિતના કાર્યક્રમમાં સ્થાનિકો તેમજ મુંબઈથી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મેળામાં વિવિધ પ્રકારના મનોરંજન રમકડાં, ખાણીપીણીના સ્ટોલના ધંધાર્થીઓને સારી ઘરાકી થઈ હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang