• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

આફ્રિકામાં ગૂંજશે નખત્રાણાના ઢોલની થાપ

ઉમર ખત્રી દ્વારા

મોટી વિરાણી (તા. નખત્રાણા) : કચ્છની કલા, કારીગીરી, સંગીત, ગાયકી ક્ષેત્રે દેશ-દેશાવરમાં વર્ષોથી ડંકા  વાગે છે અને વખણાય પણ છે. મા જગદંબાની આસુરી શક્તિનું પર્વ નવરાત્રિ શરૂ થઈ રહ્યું છે. કચ્છના કલાકારો કચ્છ ઉપરાંત દેશ-પરદેશમાં ગાવા-વગાડવા જાય છે. પણ વાત કરીએ નખત્રાણાના એક લંઘા પરિવાર જે વર્ષોથી ઢોલ બનાવવાની કળા સાથે સંકળાયેલો છે અને નવરાત્રિ દરમ્યાન આ ઢોલ બનાવતા લંઘા અબ્દુલ સિધિક અને તેના પુત્રો સોહેબ અને અલી અસગરની. આમ તો મુળ મોટી વિરાણીના અબ્દુલભાઈ લંઘાનો પરિવારની ત્રીજી પેઢી ઢોલ બનાવવાની માહિર છે. તેઆમા પિતા મ. સિધિકભાઈ પણ અચ્છા ઢોલ બનાવવાના કારીગર હતા.  પણ તેઓ તે જમાનામાં દેશી  ઢોલ બનાવતા પણ અબ્દુલભાઈ અને તેના બન્ને પુત્રો નખત્રાણામાં ઢોલ બનાવીને વેંચે છે. કચ્છમિત્ર સાથે વાતચીત કરતાં સોહેબે જણાવ્યું કે,  અમારા બનાવેલા ઢોલ આફ્રિકા, દિલ્હી, મુંબઈ, બેંગ્લોર જાય છે. નવરાત્રિના દિવસો પહેલાં અમને ઓર્ડર મળી જાય છે. આ પ્લાસ્ટીકની હાથથી સજાવવામાં આવેલી પડીનું આકર્ષણ છે. થોડા દિવસ પહેલાં આફ્રિકા આ પડીના ઢોલ 4 મોકલ્યા ઢોલની સાઈડમાં જ્યાં દાંડી પડે તેને પડી કહેવાય. લગભગ કચ્છમાં અમારી પડી વધુ પસંદ છે. દેશી ઢોલ પણ બનાવો છો તેવું કહેતાં તેઓના પુત્ર એક દેશી પડીની વચ્ચે એક સિક્કો બાંધીને દેશી પડને મઢવામાં ક્રુ પેરવતો હતો. અમારી આ સિક્કા બાંધીને તૈયાર થતી નર પડીને વચ્ચે બાંધીને બનાવવી ઘણી મહેનત માંગે છે. જરા વધુ પડ ખેંચાય તો પડ તૂટી પડે છે. સિક્કાવાળી નર પડી બને તેનો ધ્વની આખો અલગ હોય છે. નવરાત્રિના 15 દિવસ પહેલાં ઘરાકી શરૂ થાય એક ઢોલ બનાવતાં 4થી 7 દિવસ લાગે છે. અબડાસા, લખપત, નખત્રાણા તાલુકામાં ફકત એક અબ્દુલભાઈ પોતે જ ઢોલ બનાવે છે. આમ નખત્રાણાના અબ્દુલભાઈ તેમના પુત્રો નવરાત્રિના આગમન પહેલાં ઢોલ સજાવવાનું શરૂ કરી દે છે. આ વખતે ઢોલનો ઉપાડ વધારે રહ્યો છે. આફ્રિકા, દિલ્હી, સુરત, મુંબઈ, બેંગ્લોર ઉપરાંત કચ્છમાં પણ પ્લાસ્ટીકની પડી અને દેશી પડી સિક્કાવાળી બનાવવાના આ પિતા બે પુત્રો માહિર છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang