• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

દર્શન માટેની આસ્થા જ પદયાત્રીને સામર્થ્ય બળ પૂરું પાડે

ભુજ, તા. 30 : નવરાત્રિ શરૂ થાય પહેલાં જ મા આશાપુરા માતાના મઢે કચ્છ-ગુજરાત- મહારાષ્ટ્રથી પદયાત્રી, સાઈકલયાત્રીઓ, વાહનધારકોનો પ્રવાહ અવિરત ચાલુ હોય છે, તેમને સેવા અને પ્રોત્સાહન આપવા અસંખ્ય સેવાકેમ્પો રાત-દિવસ ધમધમે છે, જેમાં કચ્છના સાંસદ સંચાલિત સમાજ નવનિર્માણ ટ્રસ્ટ- ભુજ દ્વારા `નમો ભારત પદયાત્રી સેવાકેમ્પ'માં કાર્યકરો રાત-દિવસ સેવા આપી રહ્યા છે. સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, દર વર્ષે ભાવભક્તિપૂર્વક લાખો ભક્તો ચાલીને કચ્છના માતાના મઢે મા આશાપુરાનાં દર્શને જાય છે. આ વર્ષે કુદરતની વર્ષારૂપી મહેર  થઈ છે, જેથી લોકો આનંદ સાથે શ્રદ્ધાપૂર્વક વધુ સંખ્યામાં પદયાત્રાએ જઈ રહ્યા છે, જેમની દર્શન માટેની આસ્થા જ પદયાત્રીને સામર્થ્ય બળ પૂરું પાડી રહી છે. `નમો ભારત પદયાત્રી સેવા કેમ્પ'માં દરરોજ હજારો ભાવિક પદયાત્રીઓ લાભ લઈ રહ્યા છે, જેમાં મનીષભાઈ બારોટ, વિરમભાઇ આહીર, જયભાઈ ચાવડા, મોહનભાઇ ચાવડા, યોગેશભાઈ ત્રિવેદી, વિષ્ણુભાઈ ચૌધરી, મયૂરાસિંહ જાડેજા, હિતેશભારથી તેમજ સમાજ નવનિર્માણ અને લોકસભા પરિવાર સદસ્યો સેવા આપી રહ્યા છે. દરરોજ સાંજે સંગીતમય મહાઆરતી તેમજ કચ્છ - સૌરાષ્ટ્રના કલાકારો કેમ્પની મુલાકાત લઈ સંગીત સાધના સાથે માતાજીના રાસ-ગરબા, ભજનોનો લાભ પદયાત્રીઓને આપે છે, સોમવારે રાત્રે કલાકાર ઘનશ્યામભાઈ ઝુલાએ ભજનો, રાસ-ગરબાની રસલ્હાણ પીરસી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang