• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

`અદાણી ગ્રુપે ત્યારે મદદ કરી, જ્યારે સૌથી વધુ જરૂર હતી'

મુંદરા, તા. 30 : ચેસ ઓલિમ્પિયાડ 2024ની ગોલ્ડ મેડલ વિજેતા ટીમના ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનંધાએ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનો આભાર માન્યો છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ ભારતે 97 વર્ષ બાદ ચેસ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. તેવામાં ગૌતમ અદાણીએ વિજેતા ટીમની  સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનંદે ગૌતમ અદાણીની પ્રસંશા કરતાં કહ્યું હતું કે, `સફળતાની આ યાત્રામાં ઘણા લોકોએ મને સાથ-સહકાર આપ્યો છે, જેમાં મારા માતા-પિતા, મારા ટ્રેઈનર્સ, મારા પ્રથમ સ્પોન્સર અને છેલ્લા એક વર્ષથી મને સહાય કરી રહેલા અદાણી ગ્રુપનો સમાવેશ થાય છે. હું ખરેખર અદાણી ગ્રુપનો ખૂબ જ આભારી છું.' પ્રજ્ઞાનંધાએ વધુમાં જણાવ્યું હતું કે, `અદાણી ગ્રુપે મને ત્યારે ઘણી મદદ કરી છે જ્યારે તાલીમની સૌથી વધુ જરૂર હતી. અદાણી ગ્રુપ મને તમામ સંભવિત મદદ કરી રહ્યું છે. હું સમર્થન માટે ખરેખર ખૂબ જ આભારી છું. ઉલ્લેખનીય છે કે ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા (ડ્ઢ) પર પોસ્ટ શેર કરીને ભારતીય ચેસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે `ભારત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે! ચેસ ઓલિમ્પિયાડ 2024માં ગોલ્ડ મેડલ જીતવા બદલ પુરુષ અને મહિલા બંને ટીમોને અભિનંદન!'

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang