ભુજ તા. 5 : બાળપણથી યુવા વય સુધી દરેક વ્યક્તિમાં જ્ઞાન, શિસ્ત,
જીવનમૂલ્યો અને સંસ્કાર જેવા અનેક મૂલ્યોનું સિંચન એક ગુરુ - શિક્ષક જ કરે છે, આવી
ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોનો આભાર વ્યક્ત
કરવા આવતીકાલે શુક્રવારે સાજે પાંચ વાગ્યે એક ઝૂમ માટિંગનું આયોજન કરાયું છે જેમાં
કચ્છના સાંસદ, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ, જિલ્લા
શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના અગ્રણીઓ જોડાશે. કચ્છમિત્ર
દ્વારા જિલ્લાના પ્રયોગશીલ, કર્મઠ અને નીવડેલા શિક્ષકોને નવાજવાનું નક્કી કરતાં ટૂંકાગાળામાં
બહોળો પ્રતિસાદ સાંપડયો હતો જેનો આભાર માનવા યોજાયેલી ઓનલાઈન આ ઝૂમ માટિંગમાં કચ્છના
સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છમિત્ર/સૌરાષ્ટ્ર
ટ્રસ્ટના મેનાજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયા, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ મોહનભાઈ
પટેલ, આ ઇવેન્ટમાં સ્પોન્સર રાજ કોમ્પ્યુટરના ડો. રાજેશભાઈ છેડા, એન્કર ગ્રુપના સંજયભાઈ
એન્કરવાલા, કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઇ ગઢવી, જિલ્લા શિક્ષણાધિકારી
સંજયભાઈ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રાસિંહ વાઘેલા, કચ્છમિત્રના
તંત્રી દીપકભાઈ માંકડ, મેનેજર મુકેશભાઈ ધોળકિયા ઉપસ્થિત રહેશે. આ ઝૂમ મિટિંગમાં જોડાવા
આચાર્યો અને શિક્ષકેને લિંક ગ્રુપમાં મૂકવામાં આવશે.