• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

ચકાર ખાતે 70 વર્ષ જૂનો જર્જરિત પુલ નવેસરથી બનાવો

કોટડા (ચકાર), તા. 5 : ચકાર ખાતે 70 વર્ષ જૂનો જર્જરિત પુલ જોખમી હાલતમાં હોવાથી ભુજ ચકાર - કોટડા પંથક અને અંજાર મુંદરા વિસ્તારના લોકો દ્વારા નવેસરથી બનાવવા માંગ કરાઈ હતી. 1954-55 વર્ષ?દરમ્યાન જિલ્લા લોકલ બોર્ડના કાર્યકાળમાં બંધાયેલો ભુજ તાલુકાના ચકાર - કોટડા પંથકને અંજાર - મુંદરાના ગ્રામ્ય વિસ્તારોને જોડતો પુલ જર્જરિત હાલતમાં છે. લોખંડના સળીયાને કાટ લાગ્યો છે તથા પુલ નીચે છતનો સિમેન્ટ ઉખડી ગયો હોવાથી રાત - દિવસ અવરજવર કરતાં વાહનોના પગલે કોઈ હોનારત સર્જાવાની ભીતિ છે. ત્યારે અહીંના માજી તાલુકા પંચાયત રમેશભાઈ ગઢવી દ્વારા મકાનમાર્ગ વિભાગ, ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા તથા જિલ્લા પંચાયત સભ્ય જનકસિંહ જાડેજા સમક્ષ રજુઆત કરી હતી. સ્વ. હીરજીભાઈ કોટકની નજર હેઠળ આ બાંધકામ કરાયું હતું ત્યારે વાહનવ્યવહાર નહીવત હતો. હાલે ત્રણ તાલુકાની જીવાદોરી સમાન આ પુલ ભુજથી અંજાર - મુંદરા અવરજવર માટે અતિ અગત્યનો છે. આ પુલ ક્ષતિગ્રસ્ત હાલતમાં ક્યારે પણ પડી જવાની સંભાવના છે છતાં તંત્ર દ્વારા કોઈ તપાસ હાથ ધરાઈ નથી. આ પંથકના લોકો દ્વારા વહીવટી તંત્ર પાસે નવેસરથી પુલ ઉભો કરવા તાત્કાલિક પગલાં લેવાય તેવી રજુઆત કરાઈ હતી, તેવું રમેશભાઈએ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang